________________
છે
ઉપદેશમા પ્રભુનાં દર્શન કરવા જાય છે અને પછી ભેજન લે છે. એ પ્રમાણે અભિગ્રહ પાળતાં તેને બહુ દિવસે નિર્ગમન થયા. એક દિવસ ચિંતામણિ યક્ષ તેની પરીક્ષા કરવાને માટે સિંહનું રૂપ લઈને દેરાસરનાં દ્વારની આડે બેઠે. તે અવસરે રણસિંહ કુમાર પણ નૈવેદ્ય ગ્રહણ કરીને જિનદર્શન કરવાને માટે આવ્યો ત્યાં સિંહને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે “ગ્રહણ કરેલા નિયમના ભંગ તે પ્રાણુતે પણ કરો એગ્ય નહિ. વળી જે આ સિંહ છે તે હું પણ રણસિંહ છું, એ મને શું કરશે?” એ પ્રમાણે શૂરવીરપણથી તેણે સિંહને હાક મારી કે “છેટે ખસી જા, મારે અંદર જવું છે.” તેનું આવું સાહસ જોઈને, તે સિંહ અદશ્ય થયા. પછી જિનભક્તિ કરીને, રણસિહે પિતાના ક્ષેત્રે આવી ભેજન કર્યું, એકદા ત્રણ દિવસ સુધી અતિ મેઘવૃષ્ટિ થઈ, તેથી નદીમાં પૂર આવવાને લીધે ત્રણ દિવસ સુધી ઘરેથી ભાત પણ આવ્યો નહિ. ચેથે દિવસે ભાત આવ્યું, એટલે જિનગૃહે જઈ નેવેદ્ય ધરી જિનદર્શન કરીને પોતાના ક્ષેત્રે આવી વિચાર કરવા લાગ્યો કે
જે કઈ અતિથિ આવે, તે તેને ભાવપૂર્વક કાંઈક આપીને પછી પારણું કરૂં.” એ વિચાર કરે છે, તેવામાં બે મુનિએ ભાગ્યવશાત્ ત્યાં આવી ચડ્યા. તે તેઓને પગે લાગ્યો અને શુદ્ધ અન્ન વહરાવ્યું. તેના મનમાં ઘણે આનંદ થયો, તેમજ પિતાને ધન્ય માનવા લાગ્યું કે “અહો! આ અવસરે મને સાધુનાં દર્શન થયાં અને તેમની ભક્તિ પણ થઈ.” તેના માહાસ્યથી ચિંતામણિ યક્ષ પ્રત્યક્ષ થયે ને બોલ્યો કે-“હે વત્સ! તારું સત્ય જોઈ હું સંતુષ્ટ થયે છું માટે તું વરદાન માગ.” રણસિંહે કહ્યું કે- “હે સ્વામી ! આપનાં દર્શન થયાં તેથી મને તે નવનિધિ પ્રાપ્ત થઈ છે, જેથી મને કાંઈ ન્યૂનતા નથી.” ત્યારે યક્ષે કહ્યું કે- “દેવદર્શન મિથ્યા થતું નથી, તેથી કાંઈક તે માગ.” ત્યારે તેણે કહ્યું કેમને રાજ્ય આપો.” યક્ષે કહ્યું કે-“આજથી સાતમે દિવસે તને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org