________________
ઉપદેશમાળા
6
આપીને કહ્યુ` કે— યારે વિજયાને પુત્ર થાય ત્યારે કોઈ મૃત પુત્રને લાવીને તેને બતાવવા અને તે પુત્ર મને આપવા.’ એ પ્રમાણે તેણે પ્રસૂતિકારિકાની સાથે વિચારપ્રબંધ કર્યા. ત્યાર પછી વિજયા રાણીને પૂર્ણ માસે પુત્ર જન્મ્યા. તે સમયે પાપી સૂયાણીએ કાઈ મૃત બાળકને લાવીને તેને બતાવ્યા, અને તેના પુત્રને તેની શાક અજયાને સ્વાધીન કર્યાં. તેણે એક દાસીને મેલાવીને કહ્યુ` કે- બાળકને વનને વિષે કેાઈ અંધ કૂવામાં નાંખી આવ.' દાસી તે બાળકને લઈ વનમાં ગઈ અને કૂવા સમીપ આવી, એટલે તેને વિચાર થયા કે– મને દુષ્ટ કમ કરનારીને ધિક્કાર છે કે હું આ બાળકને મારી નાંખવા તત્પર થઈ છું. આ મેઢુ પાપ છે. આ કૃત્યથી મને કાઈ પ્રકારની અસિદ્ધિ થવાની નથી; પણ ઉલટા નરકાઢિ ગતિની પ્રાપ્તિ રૂપ અન તેા ઉઘાડા છે.' એવુ વિચારી કૂવાને કાંઠે ઘાસવાળી જગ્યામાં તે બાળકને મૂકી દઈ ને તે પાછી આવી, અને અજયા રાણીને જણાવ્યુ કે મેં તે બાળકને કૂવામાં નાંખી દ્વીધા.’ પેાતાની શાકના પુત્રને મારી નખાવવાથી અજયાને ઘણા હષ થયા.
તે અવસરે સુંદર નામના એક કૌટુબિંકર ઘાસ લેવાને માટે તે વનમાં આવ્યા ત્યાં તેને પેલા રાતા બાળકને જોઈ ને દયા આવી, તેથી ઘણા હર્ષોંથી ઘરે લાવી તે બાળક પેાતાની પ્રિયાને આપીને કહ્યું કે- હૈ સુંદર લેાચનવાળી સ્ત્રી! વનદેવતાએ આપણને આ મનેાહર બાળક અર્પણ કરેલ છે, તેથી તારે તેનુ પુત્રવત્ રક્ષણ કરવું ને પાલણપોષણ કરવું.' તે પણ તેનુ. સમ્યક પ્રકારે પાલણપેાષણ કરવા લાગી અને રણુને વિષે માલૂમ પડવાથી તેણે તે બાળકનુ નામ ‘રણસિહ ' પાડયું. તે દિનપ્રતિદિન ખીજના ચદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા.
૧. યાણી. ૨. કુટુંબવાળા ખેડૂત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org