________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ વીર : “ભાઈ ! આપણે ક્ષત્રિયો છીએ એ ખરું પરંતુ આપણે જૈન છીએ. વીતરાગ પરમાત્માના અનુયાયીઓ છીએ. આપણાથી તો કોઈની પણ હિંસા ન થાય. જૈનોએ તો લાકડી ભાંગે નહિ અને સાપ મરે નહિ તેવી સાવધતા અને જયણાથી જીવવું જોઈએ. મન, વચન અને કાયાથી કોઈનું પણ મન દુઃખાય નહિ તેવો વ્યવહાર રાખવો જોઈએ.”
હવે મોટાભાઈની વાત ધીરને ગળે ઉતરી. તેણે પોતાના મનને શાંત કર્યું અને બંને ભાઈઓ એ મુનિને શુદ્ધિમાં લાવ્યાં.
કાળક્રમે આયુષ્ય પૂર્ણ કરી તમે બંને આ ભવે પણ ભાઈ થયા છો. તે ભવમાં ધીરે જે નિરર્થક હિંસક વાણી ઉચ્ચારી હતી તેના અશુભ ફળ તેને આ ભવમાં જીભના અસહ્ય રોગરૂપે મળ્યાં. તે સમયે પ્રાયશ્ચિત્ત નહિ કરેલું પરંતુ મુનિની અંતરના ખરા ભાવથી સેવા કરેલી તેનાં પુણ્યના ફળસ્વરૂપે આ અસાધ્ય રોગ મટી ગયો.
જ્ઞાની પાસેથી પોતાનો પૂર્વભવ સાંભળતાં બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વભવ જાતે જોઈ બંને ભાઈઓએ અનર્થદંડના પાપનો મૂળથી નાશ કરવા દીક્ષા લીધી અને ઉત્કટપણે સંયમની આરાધના કરી બંને શુભગતિને પામ્યાં.
ભવ્યજીવોએ શૂરસેન અને મહીસેનના જીવનને નજર સમક્ષ રાખી અનર્થદંડનો જડમૂળથી નાશ કરવાનો સજાગ અને સતત પ્રયત્ન કરવો જોઈએ.
.
૧૩૦
અનર્થદંડનો ત્યાગ કરો ' અજ્ઞાન, ક્રોધ અને દંભથી અનર્થદંડ થાય છે, ચિત્રગુપ્તકુમારની જેમ શ્રાવકોએ આ અનર્થદંડનો વ્રતરૂપી વજ વડે નાશ કરવો. ચિત્રગુપ્તકુમારની કથા આ પ્રમાણે છે.
ચિત્રગુપ્તકુમારની કથા કોશલદેશના જયશેખર રાજાને પુરુષદા અને પુરુષસિંહ નામે બે પુત્રો હતાં. લોહીની સગાઈએ બંને ભાઈ તો હતા જ પરંતુ ભાઈથીય વિશેષ તે બન્ને ભાઈબંધ હતાં. બન્ને વચ્ચે ગાઢ મૈત્રી હતી. જયશેખર રાજાને વસુ નામે ગુરુ હતાં. આ ગુરુને ચિત્રગુપ્ત નામે એક પુત્ર હતો.
એક વખત એક અકસ્માતમાં રાજા જયશેખરનું મૃત્યુ થયું. આથી મંત્રીઓએ મોટા રાજપુત્ર પુરુષદત્તને રાજગાદીએ અભિરૂઢ કર્યો અને નાના રાજપુત્ર પુરુષસિંહને યુવરાજપદ આપ્યું.
એક વખત રાજયસભામાં રાજા પુરુષદત્તે કહ્યું - “આ તમામ રિદ્ધિ-સિદ્ધિ મારા પિતાને શરણદાયક થઈ ન શકી તો હવે મને તે શરણભૂત કેમ થશે ?”