________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૩ પ્રમાણે તૈયાર રાખવા નહિ, આમ કરવાથી એ સાધનો માંગવા આવનાર બીજી વ્યક્તિને સરળતાથી ટાળી શકાય છે અને તે નિમિત્તથી લાગતા પાપથી સહેજે બચી શકાય છે. આ ઉપરાંત અગ્નિ પણ બીજાએ પોતાના ઘરમાં સળગાવી રાખ્યો હોય તેમાંથી લેવો. ઘર, દુકાન વગેરેનો આરંભ તેમજ બહારગામ જવામાં પણ પ્રથમ પહેલ કરવી નહિ. બજારમાં લોકોની નજરે ચડે તે પ્રમાણે ઢાક્યા વિના શાકભાજી લાવવી નહીં. આમ ન કરવામાં આવે તો પરંપરાએ પાપની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે
“શુભ અથવા અશુભ કામની જે પહેલ કરે છે, તે ત્યાર પછીના શુભાશુભ કાર્યનો પણ કર્તા બને છે એમ ઉપચારથી જાણવું” આમ આપણે હિંસાપ્રદાનરૂપ અનર્થદંડનો પ્રથમ અતિચાર જાણ્યો.
સ્નાન, ભોજન, વસ્ત્ર વગેરે જે ઉપભોગની ચીજવસ્તુઓ છે તે વ્યક્તિગત જરૂરિયાત કરતા વિશેષ પ્રમાણમાં તૈયાર રાખવી તે પ્રમાદાચરણને લગતો બીજો અતિચાર છે.
મૌખર્ય એટલે વાણીની વાચાળતા. અસંબદ્ધ ગમે તેમ, બીનજરૂરી બોલવું તે અતિ બોલવાથી વિચારવાની તક ઓછી મળે છે, પરિણામે અનર્થને અનુકૂળતા મળે છે. તે પાપોપદેશને લગતો ત્રીજો અતિચાર છે. અતિવાચાળતાથી, વ્યર્થ બબડાટથી પાપ થઈ જવાનો સંભવ છે.
કુચેષ્ટા એટલે હાથ, પગ, મોં, નાક, આંખ, હોઠ વગેરે અંગોમાંથી એવા હાવભાવ વ્યક્ત કરવા કે જેથી સામી વ્યક્તિ ઉપહાસ કરે. આમ કરવાથી પોતાનું પણ ખરાબ દેખાય. આવા હાવભાવ કે ચેષ્ટાઓ કરવી તે પ્રમાદાચરણ સંબંધી ચોથો અતિચાર છે. કંદર્પ એટલે કામુક્તાવાસના (સેક્સ). શ્રાવકે એવી કોઈ જ વાણી ન બોલવી જોઈએ જેથી સાંભળનાર વ્યક્તિની વાસના ઉત્તેજિત થાય, તેના મનમાં વિકાર પ્રગટે તેમજ એવી ચેષ્ટાઓ પણ ન કરવી. પ્રમાદાચરણ સંબંધી આ અતિચાર છે. આ પાંચમો પ્રમાદસંબંધી અતિચાર છે. આ અનર્થદંડ વિરમણ વ્રતસંબંધમાં એક દષ્ટાંત છે. તે આ પ્રમાણે :
શૂરસેન અને મહીસેનની કથા શુરસેન અને મહીસેન બંધુરા નગરીનાં રાજપુત્રો હતાં. બંને વચ્ચે અતૂટ પ્રેમ હતો. મહીસેનને એકાએક જીભનો રોગ થયો. વૈદ્યોની અનેક સારવાર છતાં તે રોગ મટ્યો નહિ. એ રોગને તેમણે અસાધ્ય કહ્યો. મહીસેનની પીડાનો પાર ન રહ્યો. રોગથી તેની જીભ જાડી થઈ ગઈ હતી ને મુખમાં સમાતી નહોતી. જીભ ખૂબ જ ગંધાતી હતી. એ દુર્ગધના કારણે કોઈ તેની પાસે આવતું પણ નહિ.
પરંતુ તેનો ભાઈ શૂરસેન એ દુર્ગધને સહીને પણ મહીસેનની સેવા કરતો. તીવ્ર વેદનાથી મહીસેન “ઓય રે! ઓ મા રે !” એવા ચિત્કાર કરતો. આ સમયે શૂરસેન તેને આશ્વાસન આપતો.