________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૩
ૐ હ્રીં અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી વિરચિત
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ
ભાગ ત્રીજો
(ગુજરાતી વિવરણ)
A
૧૩૭
અનર્થદંડ
આઠમા અનર્થદંડ વિરમણ નામના વ્રતના પાંચ અતિચાર શ્રાવક માટે ત્યાજ્ય છે. અનર્થદંડ વિરમણ એટલે અર્થ ન સરે ને દંડ મળે. બીનજરૂરી વસ્તુ-વાણી વગેરેથી દૂર રહેવું. શાસ્ત્રકાર ભગવંતોએ બતાવેલ તેના પાંચ અતિચાર આ પ્રમાણે છે :
संयुक्ताधिकरणत्व-मुपभोगातिरेकता । मौखर्यमथ कौकुच्यं, कंदर्पो ऽनर्थदंडगाः ॥
ભાવાર્થ :- સાધનોને સતત જોડેલા રાખવા, પોતાના ઉપયોગ અને ઉપભોગમાં જરૂર હોય તેનાથી વધુ વસ્તુઓ તૈયાર રાખવી. અતિવાચાળપણું રાખવું. કુચેષ્ટાઓ કરવી અને કામોત્તેજક વાણી બોલવી. આ પાંચ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર છે.
-
વિસ્તારાર્થ :- જેનાથી આત્મા પૃથ્વી વગેરેમાં અધિકૃત થાય તે અધિકરણ કહેવાય અને તેવા અધિકરણ સાથે બીજા અધિકરણો-સાધનોને જોડી રાખવા તેને સંયુક્તાધિરળત્વ કહેવાય છે. દા.ત. ખાંડણીમાં પરાળ મૂકી રાખવી, ખાયણામાં સાંબેલું મૂકવું, હળ સાથે તેનું ફળું જોતરી રાખવું, ધનુષ્ય સાથે બાણ ચડાવી રાખવું, ઘંટીના પડ સાથે બીજું પણ પડ ચડાવી રાખવું, કુહાડી સાથે હાથો પણ જોડી રાખવો વગેરે સંયુક્તાધિકરણ કહેવાય. આવી રીતના તૈયાર જોડેલા સાધનો અનર્થ કાર્ય કરાવી શકે તેવી પૂરી સંભાવના છે.
આ અંગે માવશ્યક વૃત્તવૃત્તિમાં કહ્યું છે કે - “શ્રાવકે ગાડાં વગેરે અધિકરણો જોડી રાખવા નહિ” વાંસલો, ફરસી જેવા હિંસક સાધનો પણ તાત્કાલિક ઉપયોગમાં આવી શકે તે