________________
મારે આ સંગ્રહ લગભગ ચાર હજાર શ્લોકાને છે. તેનું એક જ પુસ્તક થતાં ઘણું મોટું થઇ જવાના ભયને કારણે અને વાચકોની અનુકૂળતાને માટે, એ બધા સંગ્રહને ચાર ભાગમાં બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. ( આ દરેક ભાગ લગભગ ચારસે ચારસે. પાનાના છે ) જેમાંના ત્રણ ભાગ આ અગાઉ બહાર પડી ચૂકયા છે અને આજે ચોથો ભાગ જનતા સમક્ષ મુકાય છે.
સુભાષિત-પદ્ય-રત્નાકરના પાંચમા ભાગ તરીકે એક લગભગ ૧૭૫ પાનાનો ગ્રંથ, જલદી તૈયાર થઈ જવાથી આ અગાઉ પ્રસિદ્ધ કરી દીધું છે. તેમાં જિનસ્તુતિ આદિને સંગ્રહ આપેલ છે, તેને ઉલ્લેખ અહીં મારે કરવો જોઈએ. | મારા સંગ્રહમાં જે પ્રાકૃત ગાથાઓનો સંગ્રહ થએલો તેને જુદા જ પુસ્તકરૂપે બહાર પાડવાને વિચાર ગોઠવેલ હોઇ, આ સંગ્રહમાં.. અપવાદ સિવાય માત્ર સંસ્કૃત કે જ આપવામાં આવ્યા છે.
આગલા ત્રણ ભાગના મારા વક્તવ્યમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે આ ચોથા ભાગમાં આ ગ્રંથના ચારે ભાગમાં આવેલા તમામ ોકની અકારાદિ અનુક્રમણિકા આપવામાં આવી છે. તેમજ સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન પ્રેફેસર શ્રીયુત કાશીનાથ વાસુદેવ અત્યંકર મહાશયની પ્રરતાવના આપી છે. શ્રીમાન અત્યંકર મહાશયે પિતાના અનેક કાર્યોમાંથી વખત કાઢીને જે પ્રસ્તાવના લખી આપી છે તે માટે તેમને ભારે અવશ્ય ધન્યવાદ આપવો જોઈએ. આ અકારાદિ અનુક્રમ તેમજ પ્રસ્તાવના ઉપરાંત આગળના પ્રત્યેક ભાગની જેમ આમાં પણ વિષયની અનુક્રમણિકા, સાંકેતિક અક્ષરે અને ચિહ્નોની સમજૂતી તથા શુદ્ધિપત્રક આપેલ છે.
માત્ર આ પુસ્તકની ઉત્પત્તિના સંબંધમાં જ જે કંઈ બે એક બાબતો કહેવાની હતી તે કહી છે. આ પ્રસંગે મારા તે બે મહાન ઉપકારીઓના ઉપકારને પ્રગટ કરે નહીં ભૂલું કે જેઓની અસીમ