Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
३७
કે, તીર્થકર નામકર્મ મેં પૂર્વે ઉપાર્જન કર્યું છે, તેને મારે ભોગવવું જોઈએ, તેમ જાણીને શ્રીતીર્થંકરદેવ સામાયિક અને બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોને કહે છે.*
એ જ વાતને વિશેષાવશ્યકના ટીકાકાર મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તથા આવશ્યકના ટીકાકાર મહર્ષિ શ્રીમલયગિરિજી મહારાજ
સ્વરચિત ટીકાઓમાં અક્ષરશઃ પ્રતિપાદન કરે છે. - આ રીતે નિયુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર, અને ટીકાકારોના સ્પષ્ટ ઉલ્લેખો મળતાં આવશ્યક સૂત્ર અને તદન્તર્ગત સામાયિક અને પ્રતિક્રમણ આદિ અધ્યયનોના રચયિતા તીર્થકરોના આદ્ય શિષ્યો, બીજબુદ્ધિના સ્વામી અને ચતુર્દશપૂર્વની લબ્ધિને ધારણ કરનાર ગણધર ભગવંતો છે, એ વાતમાં લેશ પણ સંશય રહેતો નથી. અને તેથી પ્રતિક્રમણ સૂત્રોનું મહત્ત્વ જૈન સંઘમાં આટલું ભારે કેમ છે? તથા જૈન સંઘમાં તેના પ્રત્યેનો આદરભાવ એકસરખો કેમ ટકી રહેલ છે ? તેનું સ્પષ્ટીકરણ આપોઆપ થઈ જાય છે. સાથોસાથ એ પ્રશ્નનો ખુલાસો પણ થઈ જાય છે કેપૂર્વાચાર્ય મહર્ષિઓ-વિરચિત સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા એ પાંચેય શાસ્ત્રનાં અંગો અખ્ખલિત રીતે જે સંઘમાં જળવાઈ રહ્યાં છે, તે સંઘના હિતસ્વી પુરુષો જૈન સંઘના અભ્યદય માટે ધાર્મિક અભ્યાસક્રમમાં સૌથી પ્રથમ સામાયિક-પ્રતિક્રમણનાં સૂત્રો ભણાવવાનો આગ્રહ શા માટે ધરાવે છે. આવશ્યક સૂત્રોનો મહિમા –
અનન્તજ્ઞાની શ્રીઅરિહંત દેવના મુખકમળમાંથી નીકળેલા અને બુદ્ધિનિધાન શ્રી ગણધરદેવોએ સંઘના હિત માટે એક અંતર્મુહૂર્તમાં જ રચેલાં સૂત્રોની અંતર્ગત શ્રીઆવશ્યક અને શ્રીઆચારાંગાદિ સૂત્રોનો મહિમા તથા તેનું
* तित्थयरो किं कारणं, भासइ सामाइयं तु अज्झयणं ।
तित्थयरनामगोत्तं, कम्मं मे वेइयव्वं ति ॥ -आ. नि. गाथा-७४२
टीका-तीर्थकरणशीलस्तीर्थंकरः, तीर्थं पूर्वोक्तं, स किं कारणं किं निमित्तं भाषते सामायिकं त्वध्ययनं ? तु शब्दादन्याध्ययनपरिग्रहः, तस्य कृतकृत्यत्वादिति हृदयम्, अत्रोच्यतेतीर्थंकरनामगोत्रं, तीर्थंकरनामसंज्ञ, गोत्रशब्दः संज्ञायाम्, कर्म मया वेदितव्यमित्यनेन कारणेन પાસતે, ત થાર્થ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org