Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૬
લોકોત્તર આગમ ત્રણ પ્રકારનું છે : (૧) આત્માગમ, (૨) અનન્તરાગમ અને (૩) પરંપરાગમ. શ્રીઆવશ્યકસૂત્ર સૂત્રથી ગણધરોને આત્માગમ છે, કારણ કે-તેઓએ જ સૂત્રની રચના કરી છે. એટલે પોતાથી જ તે પ્રગટ થયું છે. તેમના શિષ્ય જંબૂસ્વામી આદિને અનંતરાગમ છે; કારણ કેગણધરોની પાસેથી તેમને સીધું મળે છે તથા તેઓના શિષ્ય પ્રભવસ્વામી, શäભવસ્વામી આદિને આ સૂત્ર પરંપરાગમ છે; કારણ કે-આચાર્યોની પરંપરાએ તેમને મળેલું છે. અર્થથી અનુક્રમે તીર્થકરોને આત્માગમ, ગણધરોને અનન્તરાગમ અને શેષ જંબૂસ્વામી આદિને પરંપરાગમ છે, કારણ કે અર્થના પ્રથમ ઉત્પાદક શ્રી તીર્થંકરદેવો છે.
ભાષ્યકાર પછી ત્રીજો નંબર આવે છે, ચૂર્ણિકારના ઉલ્લેખનો. આવશ્યકસૂત્ર કોના વડે રચાયું છે ? એનો ઉત્તર આપતાં આવશ્યક સૂત્રની ચૂર્ણિના રચયિતા ફરમાવે છે કે :- (પ્રશ્ન) સામાયિક કોણે કર્યું ? (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવંતોએ અને સૂત્રની અપેક્ષાએ શ્રીગણધર ભગવંતોએ.*
સામાયિક અધ્યયનને આવશ્યકસૂત્રમાં પ્રથમ સ્થાન કેમ ? તેનો ખુલાસો કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી આદિ મહર્ષિઓએ ફરમાવ્યું છે
સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચતુર્વિશતિસ્તવ આદિ તેનો જ ભેદ હોવાથી સામાયિકને પ્રથમપણું છે.*
ચૂર્ણિકાર પછી ટીકાકારોમાં આવશ્યક ઉપરની વિદ્યમાન ટીકાઓમાં પ્રથમ ટીકાકાર તરીકેનું સ્થાન આચાર્યપુંગવ શ્રીહરિભદ્રસૂરીશ્વરજીનું આવે છે. તેઓશ્રી આવશ્યક નિર્યુક્તિ ગાથા ૭૪૨ ઉપર ટીકા કરતાં ફરમાવે છે કે :
તીર્થંકરદેવો કૃતકૃત્ય હોવાથી સામાયિક અધ્યયનને તેમજ બીજા ચતુર્વિશતિસ્તવ આદિ અધ્યયનોને શા માટે કહે છે ? તેનું સમાધાન એ છે
★ केण कयं सामायिकं ? अर्थं समाश्रित्य जिनवरैः सुत्तं गणहरेहिं ।
+ तत्र प्रथममध्ययनं-सामायिकं समभावलक्षणत्वात्, चतुर्विंशतिस्तवादीनां च तद्भेदत्वात् प्राथम्यमस्येति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org