________________
(૨) “વહીવંચાની વહી માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ચરિત્રનાયકના સંસારીભાઈ શ્રી બાલચંદભાઈએ કોઇ વહીવંચા પાસેથી અક્ષરશઃ મેળવેલી–ઉતારેલી આ વંશાવલી મિ છે. એમાં આવતાં નામો. સંવત્ વગેરેની ઇતિહાસમાં તપાસ કરી. પણ કાંઈ મેળ ન બેસતાં રે એ નોંધને જેમની તેમ રાખી છે. વિજ્ઞપુરુષો આ બાબત વિશેષ પ્રકાશ પાડે. તેવી અપેક્ષા.
(૩) ચરિત્રનાયક માટે આ ગ્રંથમાં “પૂજ્યશ્રી શબ્દ વાપર્યો છે. તેનો પ્રયોગ ૧૧ માં પ્રકરણથી શરૂ થાય છે.
(૪) ચરિત્રનાયકના જીવનના કેટલાંક પ્રસંગો નોંધપાત્ર છતાં મારાં અજ્ઞાનના કારણે રહી જવા પામ્યાં છે. જો કે – કેટલીક વાતોની ટૂંક નોંધ મેં પરિશિષ્ટમાં લીધી છે. | (૫) ફેટાઓ ખાસ પસંદ કરીને લીધાં છે. હજુ પણ કેટલાંક રાજાઓ-અધિકારીઓ છે અને પ્રષ્ટિશ્રાવકોના ફોટા મૂકવા ભાવના હતી. પણ કાં તો તે ફોટાના અભાવે અને છે કાં કેટલાંક ફોટાઓ અન્યત્ર હોવા છતાં ન મળી શકવાથી એ ભાવના સફળ ન થઈ. હો
(૬) વીસમી સદીના અન્ય અનેક સૂરિપંગની સરખામણીમાં ચરિત્રનાયકના જીવનમાં અપાર વિશિષ્ટતાઓ જોવા મળે છે. એ વિશિષ્ટતાઓના આ ચિત્રણમાં – એક ર જીવનચરિત્રમાં ન હોવા જોઈએ તેવાં - ત્રુટિ, અને અધુરપ વ. દોષની સંભાવના ખરી. - મારી ઉમેદ છે કે – ભવિષ્યમાં ખીલેલાં દષ્ટિબિંદુ ના આધારે આવાં દોષ વિનાનું આ જ ચરિત્ર પુનઃ લખવું. ગુરુભગવંતના શુભાશીર્વાદ આ આશાને ફલવતી બનાવે.
બનેલાં બનાવોનું કશી રંગપૂરણી વગરનું પ્રામાણિક વર્ણન: સત્ય.” | ગુજરાતના એક સાક્ષરડે સત્યનો એક અર્થ એ કર્યો છે. એ અર્થને અનુછે સરવાને મેં આમાં પૂરતો પ્રયત્ન કર્યો છે, એમ હું માનું છું. છતાં લેખનકલાની મારી
અનભિજ્ઞતા અને ચરિત્રનાયક પ્રતિ એમના એક શિષ્ય તરીકેની પૂજ્યબુદ્ધિને કારણે ક્યાંક રંગપૂરણી થઈ હોય. હકીકત દોષ સંભવ્યા હોય, તો સુજ્ઞપુરુષો ક્ષમા કરે. અને એ જે તરફ મારું લક્ષ્ય વિનાસંકોચ ખેંચ, જેથી મારાથી ફરી એવી ભૂલ થવા ન પામે.
કેટલાંક આંગળી ચીંધણ માં પુણ્ય માનનારાં પણ હોય છે. એમણે પેલી આ દર્પણની વાત વિચારવા જેવી છે. પણ જવા દો. એમને વળી ઉપદેશ શો? એમનું એ છે “પુણ્ય એમને જ મુબારક હો.
અંતમાં – સૌરાષ્ટ્રની એક મહાન વિભૂતિનું, માત્ર સૌરાષ્ટ્રની જ શા માટે? આ ગુજરાતની. ના ! ભારતવર્ષની એક મહાન્ વિભૂતિનું જીવંત વ્યકિતત્વ આ જીવનમાં છે. રિ એ જીવન અનેકની જીવન-ઈમારતના ઘડતરમાં પાયાની જેમ આધાર બની રહે, એવી છે અભિલાષા સાથે. ... ... ..
શ્રીવિજયનેમિસુરિ જ્ઞાનશાળા, પાંજરાપોળ, રિલીફોડ, અમદાવાદ–૧. માગશર સુદિ ૧૨ રવિ. ના. ૧૭-૧૨-૧૯૭૨,
dienda.
૩૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org