________________
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
કપાળે તિલક કરે છે તેમજ પાન ચાવે છે. તેમની સ્ત્રીઓ સ્વર્ગની અપ્સરાઓ જેવી છે. તેઓ નિત્ય શૃંગાર કરે છે. તેઓ પોતાના સ્વામીની સામે બોલતી નથી અર્થાતુતે સ્વામીની આજ્ઞા માને છે.”
કવિએ અહીં ખંભાતના નાગરિકોના પગથી માથા સુધીના પહેરવેશ, તેમના શૃંગાર અને તેમના વૈભવનું વર્ણન કર્યું છે.
શ્રાવક કવિ ઋષભદાસે આ ઉપરાંત મલ્લિનાથ રાસ', “ભરત બાહુબલિ રાસ' આદિ રાસ કૃતિઓમાં પોતાની જન્મભૂમિનું અતિ વિસ્તારપૂર્વક, યથોચિત અને સુરેખ વર્ણન કર્યું છે. ઉપરોક્ત વર્ણન પરથી ખંભાતની સમકાલીન પરિસ્થિતિ, તેનો વૈભવ, ત્યાનાં લોકો, તેમની રહેણીકરણી, ધાર્મિક ભાવના, પહેરવેશ, તેમનો વ્યવસાય, શ્રીમંતાઈ, ધર્મસહિષ્ણુતા, સામાજિક પરિસ્થિતિ આદિ વિષયોનું આપણને ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આ ઉપરાંત તેમના સમકાલીન કવિઓ જયસાગરની “વિજયસેનસૂરિ સઝાય'(ઈ.સ.૧૬૦૪) અને સ્થાનસાગરની ‘અગડદા રાસ આ બે રાસકૃતિઓના માધ્યમે પણ ખંભાતની જે માહિતી પ્રાપ્ત થાય છે તે કવિ ઋષભદાસે કરેલા ખંભાત નગરીના વર્ણન સાથે સામ્યતા ધરાવે છે.
ગ્રંબાવટી નગરી અમરાપુરી જેવી છે. ત્યાં મોટાં મંદિરો, ઊંચી પોળો અને ફરતો કોટ છે. વણિકો વ્યાપાર અર્થે આ નગરીમાં આવે છે. અહીં ચોર લૂંટારાઓનું નામોનિશાન નથી. અહીં સર્વ પ્રકારની સુવિધા આપનારી, ચિત્ત હરનારી, ધર્મશાળાઓ છે, તેમજ કુબેર જેવા શ્રીમંતો છે. તેઓ અતિ પ્રેમાળ છે. તેમની પતિની જેવી સ્ત્રીઓ છે. અહીંના લોકો આર્થિક રીતે સુખી હોવાથી તેમનું જીવન આનંદિત છે. સમુદ્ર માર્ગે વિવિધ કરિયાણાં લઈને વહાણો આ બંદરે લાંગરે છે. ખંભાતમાં રળિયામણી વાડીઓ, વન પ્રદેશો, અને દ્રાક્ષના મંડપો છે. પોપટનો મધુર સ્વર સંભળાય છે. કેળ, નાગરવેલ જેવી વૃક્ષલતાઓના મંડપો છે. રસ્તા પર ચંદન, ચંપક અને કેતકીનાં સુગંધી વૃક્ષો છે. આ વૃક્ષો લોકોને શીતળતા આપે છે.
ત્યાં ઈ વિમાનો જેવા મંદિરો અને દેવભુવનો તેમજ ગૃહસ્થોના શ્વેત રંગના અગાશીવાળાં મકાનો શોભી રહ્યાં છે. પુરુષોના મનને આકર્ષતી ગજગામિની(સુંદર ચાલવાળી) સ્ત્રીઓ ત્યાં શોભી રહી છે. ત્યાં પોત પોતાના આચાર(ધર્મ)ને પાળતા પુણ્યવંતા પુરુષો વસે છે. ત્યાં જિનમંદિરોમાં નિત્ય પૂજા રચાય છે.
ખંભાતના લોકો નૈસર્ગિક સૌંદર્યનાં શોખીન, મહેનતુ, ફળાહારી, વનસ્પતિ વિજ્ઞાનના જાણકાર તથા કલાપ્રેમી હતા, તેવું જણાય છે.
કવિએ વિવિધ રાસકૃતિઓમાં ખંભાતમાં તે સમયે વપરાતા નાણાનું વર્ણન કર્યું છે. તેમણે કુમારપાળ રાસ' (ઈ.સ. ૧૬૧૪)માં કહ્યું છે
“મહિષી સમ કો ન દુઝાણું, હેમરંકા સમ કો નહિ નાણું" ભેંશ જેવું ઉત્તમ દૂધ આપનારું બીજું કોઈ પશુ નથી અને તેમટંકા(સોનાના સિક્કા) જેવું બીજું ઉત્તમ નાણું નથી. આ ઉપરથી ‘ટાંક' એ તે સમયમાં સોનાનો મોટો સિક્કો હોવો જોઈએ; તેથી સ્પષ્ટ થાય છે કે ખંભાત નગરી તે સમયે અતિ સમૃદ્ધ નગરી હતી. ત્યાંના શ્રાવકો ધનાઢ્ય હતા. કુમારપાળ રાસની અન્ય