Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ 8 ] રાજ કર્યું.
૩ ખેમરાજ જેને ભીમરાજ પણ કહે છે તેણે પચીશવર્ષ રાજ કર્યું. ૪ પૃથુરાજ-ઓગણત્રીશ વર્ષ રાજ કર્યું. ૫ રાજા વજેસિંગ-પચીસ વર્ષ રાજ કર્યું. ૬ રાવતસિંગ-પંદર વર્ષ રાજ ભોગવ્યું.
૭ રાજા સાવસિંગ-ચાવડામાંનો છેલ્લોએણે સાત વર્ષ રાજ ભગવ્યું.
એકસો છેનું વર્ષમાં એ લોકોના રાજની સમાપ્તિ થઈ. એ ફળથી સલ. કીઓમાં રાજ જવાનું એ પ્રમાણે થયું છે કે, રાજા ભાવતસીંગ જે એ કુળને છેલ્લો રાજા હતો તેને ચાવડાની પડતી અને એક કન્યા હતી તેને એક સોલંકી જેડે પરણાવી સોલંકીઓમાં રાજ જવા દીધી હતી. તે કન્યા એક બાળકને જન્મ આપતી વિશે. વખતે મૃત્યુ પામી તેણીનું પેટ આડું કર્યું, તેમાંથી એક પુત્ર પેદા થયો, તે વખતે ચંદ્ર મૂળ નક્ષત્રમાં હતું તેથી તેનું નામ મૂળરાજ પાડયું અને સાવનસિંગે તેને પિતાનો પાટવી કરાવ્યો અને તેને ઉછેરવાનો શ્રમ લેવા માંડ્યો. જ્યારે તે કુંવર પુખ્ત ઉમરે પહોંચ્યો ત્યારે રાજા દારૂના નશામાં તેને પાટવી કુંવર ઠરાવતો અને જ્યારે ભાન આવતું ત્યારે જળસ્થિતિમાં કહેલાં વચનોને ઈન્કાર કરી જતો. તે એટલે સુધી બન્યું કે આખર એવી જ અવસ્થામાં મરણ પામ્યો. આ વેળાનો લાભ લઈ મૂળરાજ ગાદી પચાવી પડ્યો. આ વંશમાં દશ પુરૂષો છે તેમણે બસ, છપ્પન વર્ષ ત્રણ મહિના અને બે દિવસ રાજ ભોગવ્યું. - ૧ રાજા મૂળરાજ-એણે છપ્પન વર્ષ રાજ કર્યું.
૨ રાજા ની મદ-બાર વર્ષ, ચાર મહીના બે સોલંકી વંશ દિવસ રાજ ભગવ્યું.
૩ રાજા બળીઆ-ફક્ત સાત મહીનાજ રાજ રહ્યો. ૪ લાજા-રાજા નીમંદનો ભાઈ, એ આઠ વર્ષ ગાદી ઉપર રહ્યો. ૫ રાજા ભીમદેવ-બેતાલીસ વર્ષ ગાદી ભોગવી. ૬ રાજા કરણ–એકત્રીશ વર્ષ રાજ કર્યું. ૭ રાજા સિદ્ધરાજ જેસીંગ-પચાસ વર્ષ રાજ ભગવ્યું. ૮ રાજા કુમારપાલ-ત્રીશ વર્ષ ત્રણ મહીના અને ત્રણ દિવસ રાજા રહ્યો.