Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ ૩૬૪ ] - હવે આ વખતે સરકારી હુકમ આવેલ હતો કે, દરકદાસ રાઠોડને હજુરમાં મોકલાવી દેવો અથવા તે તેને જલદીથી અંત લાવ. તે હુકમ માટે સફદરખાન બાબીએ કરાર કર્યો કે, મજકુર રાઠોડને બાદશાહજાદાની દેવીએ કેદ કરીને લાવું છું અથવા તો તેને ઠાર મારી નાખું છું; પરંતુ દરેક દાસતે બાદશાહજાદાના બોલાવ્યાથી પિતાની ફોજદારીના મહાલ પાટણથી રવાને થઇને સાબરમતી નદી)ના કિનારા ઉપર આવેલા વાડજ ગામમાં આવીને મુકામ્ કર્યો હતો, અને જે દિવસે તે બાદશાહજાદાની સેવામાં જવાનો હતો તેજ દીવસે બાદશાહજાદાના હુકમથી લશ્કરના તમામ બક્ષિ
સુબાના તેહનાતી મનસબદાર અને સફદરખાન તથા તેના છોકરાઓ, એ બધાએ પોતાનાં હથિયારો સહિત સજ થઇને એવી ગપ ચલાવી કે, બાદશાહજાદાની સ્વારી શિકારે જાય છે. તે સઘળાઓ દરબારમાં હાજર થયા અને બાદશાહજાદાએ દીવાનખાનામાંથી બહાર નિકળીને દરદાસને હાજર કરવાનો હુકમ કર્યો. દરદાસે તે દિવસે અગિયારશ હોવાથી હિન્દુ લોકોના રિવાજ પ્રમાણે અપવાસ કરેલો હતો અને તેથી જોજન લઈ પિરવારીને બાદશાહજાદાની હજુરમાં હાજર થવાનું ધારતો હતો તેવામાં ઉપરા ઉપરી માણસો મોકલી તેને બોલાવવામાં આવ્યો, તેથી તેને સંદેહ. ઉત્પન્ન થયો અને શિકારે જવા માટે લશ્કરની તૈયારી થયેલી સાંભળીને તેના મનમાં વધારે શંકા આવવા લાગી. જેથી ભોજન નહિ કરતાં પિતાના તંબુઓને આગ લગાવી સળગાવી મુકીને સ્વાર થઈ પિતાના લશ્કર સાથે મારવાડ તરફ નાસી ગયો. કે જ્યારે દરકદાસના હાસી જવાની ખબર બાદશાહજાદાને પહોંચી ત્યારે તેણે અફજલખાન તથા બાદશાહી લશ્કર સાથે તોપખાનાના દારોગાને, મનસબદારોને અને સફદરખાન બાબીને હુકમ કર્યો કે, મજકુર રાઠોહની પાછળ જઈને તેને પકડી લાવો અથવા તો તેને ઠાર મારી નાખવો. આ હુકમ મળતાં જ સઘળાઓ ઘણી જ ઝડપથી દેડીને પાટણ તર૪ જઈ પહોંચ્યા. તે વખતે ત્યાં દરદાસને જુવાન પૌત્ર હાસી નહિ જતાં પિતાની હિમ્મતથી મુકામ કરી રહેલ હતો. તેણે પોતાના દાદા દરકદાસને કહ્યું હતું કે, સંગ્રામમાંથી વગર ઘા ખાધે ન્યાસી જવું તે ઘણુંજ શરમાવા જેવું લાંછન છે. હું જઈને ફોજથી ગુંથાઈ જાઉં છું અને તમે આ સંકટમાંથી બચીને ચાલતા થઈ જાઓ. જો કે તે (દરકદાસ) એ વાતને નહિ ગણ