Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 455
________________ [ rou ] સને ૧૧૨૨ હિજરીમાં સુબા દિવાન ઉપર હજુર હુકમ આવ્યું કે, મહેર તથા રૂપિયા સરકારી સિક્કાના વજન મુજબ પાડવા. એ પ્રમાણે કેટલાક દીવસ સુધી અમલ થયો; પાછળથી પહેલાંના ધારા પ્રમાણે પાડવાનો હુકમ કરવામાં આવ્યો. આ વખતે જતુલમુક મદારૂલ મહામ ખાનખાના વજીરૂલ મમાલિકે લાલ દરવાજા પાસે ભદ્રના કિલ્લાના નગારખાનાં નજીક જમીન લઈ ધર્મશાળા, ભરજીદ અને પાઠશાળાની ઈમારતનું કામ ચાલુ કર્યું હતું, અને ત્યાં આગળ કોટવાળીના ચબુતરાનાં કેદખાનાની જમીનનો કેટલોક ભાગ આવેલો હતો, તે ભાગ ખરીદ કરવાની તેણે અરજ કરેલી. તે ઉપરથી સુબાદિવાન શરીયતખાન ઉપર ઇનાયતુ. લાખાન મીર સામાનની મહોરવાળો હુકમ આવ્યો કે, મજકુર જમીનની કિમત ખાનખાનાના પગારમાંથી તેની જાગીરને હિસાબ ચેખ કર્યા પછી વાળી લેવી અને તે જગ્યા તેની ઇમારતમાં ગણી ઘણી ઝડપથી કામ કરાવવું, પરંતુ ખાનખાનાના ભાગ્યમાં તે ઈમારત પુરી થવાનું લખાયેલું નહોતું, જેથી તેના મરણ વખતે અધું કામ બાકી રહી ગયું હતું, તે પુરું કરવા અને રાજ્યસન તખ્ત ઉપર ઉભો કરવાનો સાર તેજવિ ચળકાટવાળો મખમલનો ચંદ્ર મોકલવાનો હુકમ થયો. જેથી દિવાને ખાસ મંડપનાં ત્રણ અબરા બેડ કે જેના તૈયાર ખર્ચને અડસટ પાંસઠ હજાર રૂપિયાનો થયો હતો તે મોકલવા વિષેને હુકમ સુબાદિવાન ઉપર મોકલવામાં આવ્યો. તે પછી સુબાના હલકારે અરજ કરી કે, હજુરમાંથી મરેઠ તથા રજપુતોની ખબરો પહોંચાડવાને ઘણી તાકીદ છે, જેથી ખાન ફિરોઝજંગના કહેવાથી પચાસ જાસુસેને દરેકના સાત રૂપિયાના પગારથી નવા નોકર રાખ્યા છે અને તેઓ મરેઠા તેમજ રજપુતેની ખબરો વાર, વાર લઈ આવે છે, કે જે વિષે ફીરોઝજંગખાનને ખબર પણ અપાય છે, તે પરથી તે હજુરમાં અરજ કરે છે, પરંતુ તે લોકો પોતાને બરાબર પગાર મળતો નહિ હોવાથી ફર્યાદ કરે છે. તે ઉપરથી દીવાન ઉપર હુકમ આ વ્યો કે, જ્યાં સુધી પૂરતી તૈયારી ન થાય ત્યાંસુધી તૈયાર કામ જોઈ નિય મસર પગાર આપતા રહેવું. - હવે શાહીબાગના અને કાંકરીયાના બગીચાઓ તથા રૂસ્તમબાગ અને ગુલાબબાગમાં મુહમદ આજમશાહે બનાવેલા બગીચાઓની મરામ તને વાતે ત્રણ હજાર ચારસો એંશી રૂપિયાની મંજુરી સુબા દિવાનને આપવામાં આવી, અને એ પણ હુકમ થયો કે, મીરજા હાશિમ નામને

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486