Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 477
________________ ( ૪૩૧ ] ના દરવાજા અને વહેપારીઓની પળો ઉપર રાધા પગારની નોકરી કબુલ કરીને ધર્મ વેચી આ સળગતી અગ્નિમાં લડવા માટે તૈયાર થઈ ગયા અને ધર્મવિરૂદ્ધ લોકોની મદદ કરવા માટે સ્વધર્મને વેચવાના હેતુથી તે તરફથી જે પથરા અને તેને મારે ચલાવવામાં આવતો હતો તેના બદલામાં આ તરફથી તીર અને ગોળીઓના અવાજ થવા લાગ્યા. બન્ને તરફના કેટલાક માણસે ઘાયલ થયા અને કેટલાક મરણને શરણ થયા. આ બખેડો બે દિવસ સુધી પિતાની જગ્યાએ કાયમ ચાલુ રહ્યો હતો. આ વખતે કે જ્યારે મજકુર બખેડે પૂરજોશમાં ચાલી રહ્યો હતો, ત્યારે દાઉદખાન ( સુબો ) કે જે સાબર જીલ્લાના જમીનદારોની પેશકશી લેવા અને તોફાની લોકોથી પૂરતો બંદોબસ્ત કરવા અર્થે શહેરથી બહાર નીકળીને શાહીબાગમાં મુકામ કરી પડેલો હતો તેણે ત્યાં એક લશ્કરી ફેજને ત્યાં ( તાન ચાલતું હતું તે જગ્યાએ ) મોકલી આપી, કે જેથી તે જઇને બન્ને બાજુના માણસોની વચ્ચે પડીને તેઓને હઠાવે અને કોઈ પણ રીતે કાપાકાપી કે મારામારી જેવું તેફાન થવા પામે નહિ, તે માટે મજબુત બંદોબસ્ત રાખે. જેથી અંત ઉપર વિચાર કરનારા કેટલાક વિદાન ગૃહસ્થોએ તથા ડાહ્યા અને સુજ્ઞ સજજોએ જીભની મીઠાશથી શિખામણો આપવા અને લાભકારક ભલામણ કરવાના કામને ઉપયોગ કરી બન્ને બાજુના લોકોને દંગ કરતા અટકાવીને પાછા ખસેડી દઈ સળગી ઉઠેલી અગ્નિને બુઝાવી નાંખી. હવે દાઉદખાન સુબાએ મજબુત બંદોબસ્ત કરવા માટે કુચ કરી દીધી. મીર યહયા મનસબદાર કે જે, સરકારી સનદ લઈને આવે તેને બાદશાહી પસંદગીના કચ્છી તથા અરબી ઘોડાની ખરીદીના દરોગાની જગ્યા ઉપર કાયમ કરવામાં આવ્યા; અને ઘોડાઓને ખોરાકી આપવાના ખર્ચનો પરવાનો હજુરમાંથી સુબા દિવાન ઉપર મોકલવામાં આવ્યો. આ વખતે સિઈદ અકિલખાન પ્રથમ કહ્યા પ્રમાણે ખંભાત બંદરની મુસદીગીરીના કામ ઉપર પોતાના તાબામાં સોંપાયેલા મહાલોમાં ગયો. એજ મોસમમાં અલી બિન સુલતાનનું વહાણ કે જેમાં તે પોતે પણ મેજુદ હતા તે તોફાનમાં આવી ગયું અને પચાસ આરબી ઘોડા સાથે લઈ બસરેથી ઘોઘા બંદરે આવીને તેણે ખંભાતમાં લંગર કર્યું, અને તેમને માલ અબબ બ હોડીઓમાં નાંખીને ઉતાર્યો ત્યાર પછી મીર યહયા તથા

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486