Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૩૩ ] તે પછી હજુર દરબારમાં અરજ થયેલી હેવાથી હજુરને ખબર થઈ કે, ખાન ફિઝજંગ તથા સુબા શહામતખાંએ પાય બાકીને તથા ખાલસાને હિસાબ દિવાની દફતરથી વસુલ લીધો અને બાકીવાળા મહાલને પિતાના પગારમાં રાખી મુકેલા હતા અને તેમની વસુલાત ખજાનામાં દાખલ કરી નહોતી તેથી દિવાન ઉપર સરકાર-બાદશાહને હુકમ આવ્યો કે, હવે પછી સુબાઓને જમા-ખર્ચવિષે હાલ ઘાલવા દેવો નહિ.
જહાંદારશાહની બાદશાહતના વખતમાં કર લેવાના ધારામાં દાખલ કરેલા ઘરોમાંથી એક ગુજરાતી ઘર ખુદાઈ જ્ઞાન ધરાવનાર શાહ અલી રઝા સરહંદી સાહેબને ઇનામમાં આપવાનું કરેલું, અને એજ ઘર આ વખતે જપ્તિમાં આવેલું હતું. તેને કર (વેરે ) માફ કરી તેમના સ્વાધિનમાં સોંપવાનો હુકમ આવી પહોંચે. એજ વર્ષે ભારે વર્ષાદ થયો હતો અને તે રાત-દીવસ મળી કેટલાક દિવસો સુધી મુશળધારે પડતો રહ્યો હતો, જેથી સાબરમતી નદીમાં પાણીની રેલ ભારે દેશમાં આવવાથી શહેરમાં પેસી ગઈ હતી અને તેના લીધે ઘણુંખરી ઈમારતે પાયામાંથી ઉખડી પડી હતી તથા શહેરનો કોટ પણ ઘણેખરે ઠેકાણેથી પડી ભાંગી ગયો હતો. તે વિષેની હજુરમાં અરજી કરવામાં આવેલ હોવાથી તેની મરામત કરવાની મંજુરી આપવાનો હુકમ મોકલવામાં આવ્યો. એજ અરસામાં અમદાવાદના સુબાને ઘરનવિસ કારકુન મુહમદ બાકર મરહુમ બાદશાહ ઔરંગજેબના વખતથી મોટા કાજીની નાયબીનું કામ કરતા હતા, તે જગ્યા તેને જ આપવામાં આવી, અને તેના બદલાયાથી સુબા દિવાનની જગ્યા સુરતબંદરમાં રહેતા મુહરિમખાનને આપવામાં આવી; તે સિવાય હજુરમાંથી બંદરની મુસદ્દીગીરી તથા વડોદરા, પેટલાદ પરગણું, ધોળકા, ભરૂચ અને નડિયાદની ફેજદારી મેમીનખાનને આપવામાં આવી. જુનાગઢના ફોજદાર કુંવર અભયસિંહના બદલાયાથી બાકી રહેલી રકમની વસુલાત કરવા માટે તે જગ્યા અબદુલ હમીદખાનના હવાલામાં સોંપવામાં આવી અને મુહતરિમખાને પિતાના જઈ પહોંચતાં પહેલાં પોતાને સોંપાયેલું કામ ચાલુ કરવા માટે સિઈદ અકીલખાનને પિતાને નાયબ ઠરાવ્યો, તેથી તેણે રવાના થઇ માહે શાબાન માસની પહેલી તારીખે તે કામ સંભાળી લીધું. તે પછી અબ દુલ હમીદખાન પણ જુનાગઢમાં સ્વારો તેમજ દિલનું લશ્કર મુકીને ત્યાંથી રવાના થઈ ગયા.