Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________ ખાસ ઈસ્લામી ભાઈઓને વાંચવા લાયક ખુલુફાએ રાશેદીનના સમયની સાચી વાત Tii મહેબુબ કુરેશ. IS ઉપલી નવેલ ( પુસ્તક ) કે જે અમારા તરફથી હાલમાં જ તૈયાર થઈ બહાર પડેલ છે તે મીસરના મહાન ખ્રિસ્તી વિદ્વાન અને “અલહિ. લાલ " નામના બહોળો ફેલાવો પામેલા અરબી માસિકના અધિપતી મીટ -જેજે ઝઈદાનની કલમથી લખાયેલી છે તેમાં એવા એવા ધાર્મીક જુસ્સાદાર વિષયો ભરપુર રસથી લખાયેલા છે કે, જે ફકત ઉપર ઉપરથી જ નજર ફેરવી વાંચવામાં આવે છે, તે બુકને પૂરી વાંચવગર છોડવાનું મન થશેજ નહી. મજકુર નોવેલની શરૂઆતમાં આ વાર્તાની મુખ્ય પાત્ર અસ્મા નામની યુવાન બાળાનું બયાન આપેલું છે, તે બાળા ઉપર પોતાની બાળ વયમાં કેવાં કેવાં અસહ્ય સંકટો આવી પડેલાં છે અને તે દુઃખો તેણીએ કેવી હિંમતથી સહન કર્યા છે, તથા હજરત ઉસ્માન (રદી) ઉપર કેવા પ્રકારના આરોપ મુકવામાં આવ્યા અને તેઓની કતલ શા કારણથી અને કેવી રીતે થઈ, તથા હજરતઅલીની બયઅત માટે ત્યાંના લોકોમાં કેટલા અને કેવા પ્રકારના ફાંટા પડી ગયા, અસ્માન મોહમ્મદ પ્રત્યે કેવી રીતે પ્રેમ થયો અને તે પ્રેમના અંગે તેણું ઉપર કેવી કેવી આફત આવી પડી અને તે પણ તેણુએ કેવી બહાદુરીથી સહન કરી, તેણીએ એક અબળા હોવા છતાં પણ મરદની માફક લડાઈમાં કેવી બહાદુરીથી હિંમત બતાવી છે, મોહમ્મુદના પ્યારસિવાય કોઈની વાત કબુલ નહી રાખતાં વાર્તાના અંત સુધી પણ અસ્મા બે મહમદને પ્રેમ કેવી રીતે જાળવી રાખ્યો અને મોહમ્મદે પણ અસ્માની મેહબૂત પિતાના દીલમાં કેવી રીતે ટકાવી રાખી, મોહ મ્મદની લડાયક બહાદુરી અને પછીથી કેદ થયા બાદ તેની કેવી દુઃખકારક સ્થિતિ થઈ અને તેના પ્યારની ખાતર તેનીજ શોધમાં અસ્માએ કેવી રીતે જીંદગી ગુજારી અને અંતે તેના પણ શા હાલ થયા વિગેરે ઘણુજ અસરકારક વર્ણન તેમાં અપાયેલું છે. ટૂંકમાં આ નોવેલ વાંચવા માટે હાથમાં લીધા બાદ પુરી કર્યા શીવાય છેડવાનું દીલ થશેજ નહી. કિમત–રૂા. 1-8-0 પિસ્ટેજ રૂ. ૮-ર-૦ જુદુ. લ –મેનેજર પિલિટીકલ ભેમીઓ-અમદાવાદ. -