Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
જલદી ચેતે, પાછળથી નહી મળી શકે !
ખાસ ઇસ્લામી ભાઈઓ માટે ઇસ્લામી ધાર્મિક જુસ્સાનો આબેહુબ ચિતાર બતાવનાર આઈને ઉલકત અથવા પ્રેમીઓનું પરાક્રમ.
(નામની કરકીશ તવારીખી નેવેલ ) આ નોવેલ-કોઈ જોડી કાઢેલી કે બનાવટી નથી, બલ્ક તુક સલતનત અને યુરોપનાં ઈસાઈ રાજ્યો સાથેની લડાઈઓ પૈકીની આ એક ધામ ક લડાઈ ( કઝેડ ) કે જે સને ૧૮૭ હિજરીની સાલમાં થયેલી તે માંહેની ખરેખરી બનેલી ઈતિહાસીક વાર્તા છે.
ઇસ્લામી સરદારોને ધાર્મિક જોશ અને લડાયક જુસ્સો, તેઓની બહાદુરી અને યુદ્ધકળા, તેઓની ખંત અને તેઓના મુખમાંથી નિકળતા “ અલ્લાહે અકબર ના ભયંકર ઉદગાર ઘણાજ શુરાતન ઉપજાવે તેવા છે. સુલતાન તથા તેમના શાહજાદા અઝીઝની બહાદુરી અને હિંમતભર્યો જેશ કંઈ જેવો તે નથી. સામી તરફથી ઇસાઇઓનો સ્વધમાં જોશ અને લડાયક કુશળતા પણ જાણવા જોગ છે.
તે સિવાય સુલતાનના શાહજાદાએ મોતના પંજામાંથી બચાવેલી એક ખ્રિસ્તી રાજકન્યા, શાહજાદાની મહોરદાર બીબી યાને ધણિયાણી બનવાન જીગરને જોશ, ઇસ્લામ પ્રત્યેની વફાદારીભરી ઉમેદવારી અને મોહ
બતભર્યા પ્રેમનો નમુને ઘણોજ પ્રસંશા પાત્ર છે. અંતે ઇસ્લામને જય તથા ઇસાઈ ( ખ્રીસ્તીઓ ) ને પરાજય થાય છે અને શાહજાદો અઝીઝ તે ક્રિશ્ચીયન શાહજાદીને પોતાની પત્ની યાને ધણીયાણી બનાવવામાં ફતેહમંદી મેળવે છે.
મજકર નોવેલ-(બુક )-ડેમી આઠપેજ ૨૩ ત્રેવીસ ફરમની ( ૧૮૪ પાનાની ) અને સારા લીલા ગ્લેઝ કાગળ પર છપાયેલી સોનેરી પાકા બાઈડીંગની છે. કિમત રૂ. ૧ દોઢ તથા ટપાલખર્ચ જુદું, મંગાવવા માટે લખો. મેનેજર– પિલીટીકલ ભોમીઓ એ અમદાવાદ.