Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૩૪ ].
* હવે મોમીનખાન રાજધાનીથી રવાને થઈ પિતાને સોંપાયેલું કામ કરવા માટે સુરત બંદર આવ્યો, અને તેણે પેટલાદ પરગણુની ફેજિદારી પિતાના સગા કદરદીનખાનને, ધોળકાની નાયબી પિતાના ભાઈ મુહમદ અબ્દુલ્લાને અને વડોદરાની ફોજદારી મુહમદ અસદગોરીને આપી. તે વખતે મુહતરિમખાન અમદાવાદમાં આવ્યો હતો; અને દાઉદખાનસુબે પિશકશીની વસુલાત કરતો કાઠીયાવાડમાં વધતો જતો નવાનગર તરફ ગયો અને પોતાથી બની શક્યું તેટલું પેશકશમાં વસુલ કરીને પાછા ફરતી વખતે હળવદના જમીનદારની કન્યા સાથે પિતાની શાદી (લગ્ન-વિવાહ) કરીને અમદાવાદમાં આવી પહોંચ્યો. મામીનખાન અને સુરત બંદરના કિલેદાર જ્યાખાનની
વચ્ચે થયેલી લડાઈ
સને ૧૧૨૭ હિજરી. કામકાજ કરવા બાબત સુરત બંદર મુસદી મોમીનખાન તથા કિલ્લે દાર જયાખાનની વચ્ચે ઝગડે ઉત્પન્ન થયો અને તે એટલે સુધી વધી ગયો કે, છેક તેરે બંદુકોની મોરચાબંધીનો વખત આવી ગયો. મુસદીએ કદરૂદીનખાન તથા અસદગેરીને ફેજની સાથે બોલાવી લીધા એટલે કિલ્લેદારે પણ વડોદરામાં રહેતા લશ્કરી સૈઇદ કાસમ ( સૈઈદ હુસેનખાનનો દીકરો ) ને તેના ખર્ચ વાસ્તે નાણાં મોકલાવી નેકર રાખી બેલાવ્યો. ભોગજોગે ભરૂચ નજીકના માર્ગ પટનમાં આ બન્નેનાં લશ્કરની ભેટભેટ થઈ ગઈ, તે વખતે તેઓ આગળ વધવાની તકરાર કરી ઉઠયા અને કાપાકાપીનું યુદ્ધ સમારવાની અણી પર આવી ગયા. તેમાં બન્ને બાજુના કેટલાક માણસો મરાયા તથા ઘાયલ થયા. કિલેદારની ફોજ હારી ગઈ અને કદરૂદીનખાન ફતેહ પામીને સુરતમાં દાખલ થઈ ગયો. મહતરિમખાનની તજવીજથી, ચાલુ થયેલા આંટા-વહેવારનું બંધ પડવું અને મુહમ્મદઅલી વકતા તથા કપુરચંદ
ભંસાલીનું હજુર દરબારમાં રવાના થવું. એજ સાલમાં આંટા ( હુંડિયામણ ) નો વહેવાર ધીમે ધીમે ઘણો - વધી પડ્યો હતો અને સેંકડે વિશ કરતાં પણ વધી ગયો હતો. જેથી
મોહિતરિમખાન સુબાએ કપુરચંદ ભંસાલી તથા બીજા નાણાવટીઓને બોલાવિને તાકીદ કરી કે, આટાના લેણદેણના લીધે થતો કારોબાર બંધ થઈ ગયો