Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 478
________________ [ ૪૩૨ ] મીર હુસેન (એ બન્ને) ખબરપત્રીઓએ માલ તથા ધાડા ઉતારવાની ખબર હજુરમાં માકલાવી. આ નવાઈ જેવી હકીકત સાંભળીને હજુરે સૌદ્ધ અકીલખાન ઉપર હુકમ કર્યાં, જેથી તેણે હાજી અલીને આર્મી તથા કચ્છી ધાડાસહિત હન્નુર તરફ રવાને કરી દીધા, અને તે પણ ત્યાં બે-ત્રણ માસ સુધી થોભી ગયા: હવે પહેલાંના દસ્તુર પ્રમાણે મારા પિતા કે જે બદરના ખદાખતના અધિકાર ઉપર કાયમ ડરાવથી હતા તે ત્યાંના પાકા દોબસ્ત કરીને અમદાવાદ આવ્યા. આ સમયે સુબાદિવાને હજુર હુકમ પ્રમાણે ધેડાઓને દરબારમાં મેાકલી દીધા હતા. મજકુર હાજી અલી નામના વેપારી માલ તથા રેાકડ મળીને સિત્તેરથી એશીહજાર રૂપિયાના ખજાનેા પેાતાની સાથે વહાણમાં લાવ્યા હતા અને ખ'ભાતબંદરમાં રોકડઉપર સિક્કો પડાવી લઇ સઘળા માલ સાથે અમદા વાદ આવ્યેા. તે પેાતાની આયુષ્યનાં પગથીયાં પૈકીનાં એ'શી પગથીયાં તા ચઢી ચુકેલ હતા. આવી વૃદ્ધ અવસ્થાએ પહાંચેલ છતાં પણ તે લાભ લેવાના લાભથી વહેપારઅર્થે ઇરાનથી હિન્દુસ્તાનમાં આવ્યા હતા. તેનું કથન શેખશાદીની શેખઅન્નીની વાર્તાપ્રમાણે હતું કે, પેલેા માલ ત્યાંથી ત્યાં લ જઇ મોટા વેપાર કરીશ. તે કહેતા હતા કે, અમદાવાદમાંથી શકડ નાણાંથી લુગડાં લતાં વિગેરે કાપડ લઇને દિલ્લી જઇશ અને ખુરા મહાલમાં ગળી સારી થાયછે તે લઇને ઇરાન જઇશ અને પછી વેપાર કરવા બધ કરીશ. તેની સાથે તેના ભસાદાર ત્રણ-ચાર ગુલામેા હતા. તે પોતે સ્વભાવે ઘણાજ મખ્ખીચૂસ તથા શરીરે ઘણા કમજોર અને દુર્ખળ હતા. જ્યારે કંઈ જરૂર પડતી ત્યારે કોઇ એક ભાઇને મજુરી ઠરાવી તેની ખાંધ ઉપર સ્વાર થઇને જતા અને ફકત એકજ ખાખરી ઉપર રહેતા હતા. તેના ગુલામેા “ ભાલ મુક્ત, તેા દિલ બેરહેમ ” ની કહેવત પ્રમાણે દારૂ પીને દુંગા-રિસાદ તથા એશઆરામમાં દિવસ ગાળતા હતા. ટુંકમાં તે વહેપારી અમદાવાદ આવીને ખટકરખાનાની ધર્મશાળા આગળ એક મકાન ભાડે લઈને રહ્યો. ત્યાં કેટલાક લુચ્ચા માણસાએ તેની માલમતાની માહેતી મેળવીને રાત્રે તેના ઘરમાં પ્રવેશ કર્યા અને તેને ગરદુનથી કતલ કરીને જેટલી લઇ શકયા તેટલી રીકડની થેલીઓ ઉપાડી ગયા. ખીજે દિવસે તેને માલ અસખાખ શ્રીમત સરકાર ખાદશાહના અમલદારાએ જપ્ત કર્યાં.

Loading...

Page Navigation
1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486