Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૩૦ ]
સધળા મુસલમાન લેાકેા, સિપાઇ, ધંધાદારીઓ વિગેરે શહેરમાં તથા પુરાંઓમાં રહેતા સલોકેાનાં ટાળેટાળાં અને તમામ તાયફા ૬. દીન-દીન કહેતા દરેક ખુણા-ખાંચા અને દરેક આજુએથી આવીને એકઠા થયા. આવી રીતે મુસલમાનાની એક જબરદસ્ત ટાળી બંધાઇ, તે લેાકાએ હિન્દુઓને કાપી નાંખવા તથા લુંટવા માટે કેડ બાંધી અને તે કામ ધર્મનું હાવાથી દીનને મદદ કરવાની ખાતર મુસલમાનાની સહાય કરવા અર્થે કાજી ખેરૂલ્લાખાનને પોતાની સાથે લેવા માટે તેમને ઘેર ગયા.
..
કાજીએ એ વાતના વિચાર કરીને પાતાના ઘરનું બારણું બંધ કરી દીધું અને એક અસાધારણ હુલ્લડની સાથે જવાથી ખાટું થશે એમ ધારીને ઘરમાં સ’તાઇ રહેવાનું પસંદ કર્યું. હવે જ્યારે તે અજ્ઞાન લોકોને પાકી ખાત્રી થઇ ગઇ કે, બારણું ઉધડશેજ નહિ ત્યારે તેઓએ કાજી સાહેબના ઘરને અગ્નિ લગાડી દીધી અને પાતે પેાતાનું દુંગા-ક્રિસાદ કરવાનું તથા લુંટફાટ તેમજ મારફાડ કરવાનું કામ ચાલુ કરી ને હજારખાના અને સરાક્ખાનાના હાટાની દુકાને કે જે રોકડ તથા માલથી ભરપૂર હતી તે સધળી લુંટી લીધી અને કેટલીક દુકાનેાને અગ્નિ લગાડી સળગાવી નાંખી. આ સ્થળે એક કવિતના અમાં દર્શાવેલ છે કેઃ—આ ઝગડાની અગ્નિ એવી તેા જેશખધ ચાલી કે, તેના ભડકામાં જે કાંઇ હતું તે સઘળું અળીને ભસ્મ થઇ ગયું. આ ફાની ઝડા ઉભા થવાનું સ્થળ મદનગેાપાલની હવેલી હતી. ત્યાં ઝવેરી લેાકેાની સારી સારી ઇમારતા હતી અને હિન્દુએસમાં મુખ્ય પુરૂષ ગણાતા ઝવેરી કપુરચંદ્ર ભંસાની ( નગરશેઠ ) નું ઘર પણ ત્યાંજ હતું; અને વાહેરાના શેઠ મુલાં અબદુલ અઝીઝ ની સાથે ધર્મરક્ષણાર્થે અથવા તે વહેારાના શેઠ હાવાની દુશ્મનીના લીધે તે બન્નેમાં અરસપરસ અણુબનાવ હતા.
હવે તાકાત થવાના મુળ સ્થળે તે લોકો આવી પહોંચ્યા; તેને રાકવા માટે હિન્દુઓએ છાપરાં તથા મેડા ઉપરથી ઈંટા ફેંકવા માંડી. કપુરચંદ ઝવેરીને માનમા સુખા કચેરીમાં સારી રીતે હાવાથી તેની મહે રાનીવાળા સિપાઇઓ અને ગુજરાતીએ તેની ખુશામત કરવા માટે આવી પહેાંચ્યા અને તેણે પાતાના મકાનના બચાવ કરવા માટે તે લોકોને મારચા અધીની રીતથી એસાડી દીધા. મીનરાજગારી સિપાઇઓ તથા ઝગડાખાર માણસા આ ઝગડાને પેાતાને રાજગાર સમજીને સરાફ્ લેાકાની પાળેા (ગલીએ)