Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૨૯ ]
માલ એકજ જગ્યાએ ભેગા થાય અને તે ઉપર મહેસુલ લેવાનેા આપના આ દાસ ઉપર હુકમ આવશે અને તે સાથેજ એ કામમાં મદદ આપવા માટે સુબા તથા દીવાનેાને પણ લખવામાં આવશે. તે ઉપરથી સરકારી હુકમ આન્યા કે, જે મદદનાં સાધના છે તે બધાં આ કામમાં લગાડવાં. રૂતુ હાંસલ અસલથીજ મડાઓમાં લેવાય છે અને એકજ જગ્યાએ ભેગુ' કર વાસ્તુ બની શકતુ નથી; ભાજી, તરકારી તથા ધી ઉપર ખાન શ્રીરાઝજંગના વખતથી નવા કર નાખેલા હતા, અને તે કરનાં નાણાં સુખાઓના ખર્ચના ઉપયેાગમાં લેવાતાં હતાં, પણ તે ખાલસા મુજરે આવેલ નથી.
આ વર્ષના બનાવામાં હાલી (હુતાશની)ના એક તહેવાર પણ છે, કે જે વખતે હિન્દુ-મુસલમાના વચ્ચે લડાઇ થઇ હતી. તેના ટુંક સાર એવા છે કે, તે વખતે મદનગેાપાલ શાના ગુમાસ્તા હરીરામ ખજાનચી, ખાનીરાઝજંગની સાથે આ શહેરમાં આવેલા અને તેણે એક મેટી હવેલી શહેરમાં બધાવી હતી. તે નાણાંવાળા. હેાવાને લીધે અને સુખાને ખજાનચી હાવાના કારણથી શરાફેામાં સથી શ્રેષ્ટ ગણાતા હતા. પીરાઝજંગના મરી ગયા પછી તેણે અમદાવાદમાં શરાપીની દુકાન ખાલી, તેમાં તેને ઘણા નફા થયા. એ ગાઢવણુ કરીને તે દિલ્હી તરફ ગયા હતા. હિન્દુઓની રૂઢી પ્રમાણે હરીરામે બારણાં આગળ કેટલાક શરાફે। તથા ધર્મ ભાઇઓને ભેગા કરીને રંગ ઉડાડવા તથા ધિંગામસ્તી કરવા અર્થે હાળાની રમત ગમતને ભભકાદાર બનાવી હતી. તેવામાં ભાગજોગે કાઈ એક મુસલમાન તે રસ્તે થઇને જતા હતા. તેની આંખ તેમની આંખ સાથે લડી ગઇ. પછી તે મુસલમાનને ઘેરી લઇને તેના ઉપર રંગ, કીચડ અને ધુળ નાખીને તેને એઆબરૂ કરવા માંડયા. તે (મુસલમાન) ગમે તેમ કરીને લાગ મળેથી છુટી ગયે! અને એજ હાલતમાં તે કેટલાકને સાથે લઈને મુખ્ય ધર્મ ઉપદેશક, ભાષણકર્તા, મેટા વક્તા મુહમદઅલી સાહેબની રૂબરૂમાં ગયા; તેને જોઇને નાના મેાટા દરેક ન્યાતના મુસલમાનેા દોડી આવ્યા અને બનેલી હકીકત તથા જુલમ કરવાના પાકારો મચાવી દીધા. ધર્મની રક્ષા તથા ઇસ્લામી લાગણી દુઃખાઇ આવી તેથી તેને મામસ્જીદમાં લય ગયા અને મુલ્લાં અબદુલ અઝીઝને કહાવી મેાકહ્યું કે, મને જબરદસ્તીથી અહિં આં લઈ આવ્યા છે. તેથી તે, સઘળા વહેારાની નાતને લઇને જીમામસ્જીદે આવી પહોંચ્યા.