Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 467
________________ [ ૪૨૧ ] મુજ ગ્રંથકર્તાના પિતાને, રૌઈદ અકીલખાનને સોંપેલા પરગણુમાંના ભાઈ મુકામેથી બોલાવી લેવાથી તેઓ અત્રે આવ્યા, કેમકે સઈદ અકીલ ખાનને સઘળો કારોબાર તેમના ભરોસા ઉપર ચાલતો હતો. તેમણે આ વિને હુકમો તથા રોજકામ કરવા માંડ્યાં, માસુમ કુલીને સુબાની નેકરીની શરતથી પાટણ મહાલની ઉજદારી આપી અને તેના ભાઈ રાકુલીને શહેર બહારની ફેજદારી આપવામાં આવી, તથા સફદરખાન બાબીના ભત્રીજા મુહમદ યહયાખાન બાબીની પણ નિમણુંક કરી, કેમકે તે ૌઈદ અકીલબાનના અમદાવાદ આવવાના વખતથી જ તેની સાથે બંધાઈ રહેલો હતો; અને કરોડગીરી હાંસલ મહાલ સાયરની ગાંસડીઓનાં કાપડ ખાતાં ઉપર મારા કાકાના દીકરા મુહમદ જાફરને નિચે. આ વખતમાં કેટલાક બદમાસ લેકોએ પ્રજાને પીડવવાનું કામ જાતિકા ધંધા તરીકે મુકરર કરી મેલ્યું હતું તેથી શૈઈદ અકીલખાએ નાયબ કોટવાલ અલહયારને તે લોકોને પકડી મારી નાખવાને વાસ્તે રાજ્ય અને તે હમેશાં બરાબર વાટ જોતો લાગ જોઈ બેસી રહેતો હતો. તે બાદ એક દિવસે સલાપાશના રસ્તા અને બજારની વચ્ચે એકાએક ભેટો થઈ ગયો; તે વખતે તેઓને પકડવાનો મનસૂબો કર્યો, પણ તે લોકો નાસી જઈને રસ્તા પર આવેલા મુસ્તફીદખા ના ઘરમાં જઈ ભરાયા; અલથાર પણ તે લોકોની પાછળ ૫ડીને એજ જગ્યાએ પહોંચી ગયો. હવે કયાંયથી પણ હાશી જવાનું નહિ હોવાથી તે લોકો લડવા લાગ્યા, અને લડતાં લડતાં કપાઈ પડતા જમીનદસ્ત થઈ ગયા. હવે રીઈદ અકીલખાએ તેને (અલયારને) બંદોબસ્ત કરવા તથા પિશકશીની વસુલાત અર્થે સરદરખાન બાબીની સલાહ પ્રમાણે કામ કરવા માટે રીસાલો આપી રવાને કર્યો હતો તેથી તે મહેમુદાબાદ જઈ પહે પે, પરંતુ તેટલામાં તો શહામતખાનને સુબેગીરી મળવાની ખબર પહોંચી, તેથી મારા પિતા તેને ફેજની સાથે ત્યાંથી બીજે ઠેકાણે લઇ ગયા, કે જ્યાંથી તે ખંભાત ચોરાસીમાં આવેલા વડસડા ગામના જમીનદાર દુજારાણુ ઉપર ગયો અને તેની પાસેથી તેણે ત્રીશહજાર રૂપિયા લીધા અને રૌઈદ અકીલખાનના લગ્નને ચોકસ ઠરાવ કરી તે રકમને સિપાઈઓના પગારમાં જમે કરી દીધી.

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486