Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૦૮ ]
ત્યારે સૈયદ લોકો, પીરજાદા લેકે, મોટા મોટા માણસો, મનસબદાર અને શહેરના તમામ ગૃહસ્થોને ખાણું આપવાનું તેણે નક્કી કર્યું અને સાબર મતીના કિનારા ઉપર લાગટ ત્રણ રાત્રી સુધી રોશની કરી દારૂખાનું ફેવું તથા મોટો મેળાવડે કર્યો. એવિષે બક્ષિ અખબારી મેહેરઅલીએ તેની ખોટી વર્તણુંક દેખાડી કેટલાંક અયોગ્ય કામો હજુરમાં લખી મોકલ્યો. તેને થોડીકવાર કોટવાલીના ચબુતરામાં રાખી છેડી મુકો. મુહમદ મોહસન અખબારીને જમા મજીદમાં શુક્રવારની નિમાજ પઢી રહ્યા પછી લોકોની આગળ દોડાવ્યો.
હવે અકરમદીનખાનની પાસેથી લાખ રૂપિયા તથા તેટલાજ રૂપિયા દીવાનના શિકાર કહાનદાસની પાસેથી જબરદસ્તી કરીને લીધા અને રજપુતો ઉપર કેડ બાંધી મારવાડ જવાના મનસુબે નિકળ્યો; અને જ્યારે તે હવેલીના અમલમાં આવેલી સેકહી (ત્રણ ગાઉ)માં આવેલા સાબરમતી ઉપરના ગામ અચેદમાં મુકામ કર્યો ત્યારે બીજી વખતે રોશનીના ઠાઠનો મેળાવડો કરવામાં આવ્યા.
મુહમ્મદ રજાખાન નામને માણસ કે જે ઈરાનથી આ શહેરમાં તરતજ આવેલો હતો તેના વિષે સરકારમાં અરજી કરવામાં આવી. તે ઉપરથી સુબા દિવાન શરીઅતખાન ઉપર હુકમ આવ્યો કે, તેના ખર્ચ વાતે ખજાનામાંથી બેહજાર રૂપિયા રોકડા આપવા. તે પછી દર માસે નવી રાખેલી સીબંધીના ખર્ચના અને રાજપુતોની ચડાઈના ખર્ચના એક લાખ પચીસ હજાર રૂપિયાનો પરવાનો ખાનફીરોઝજંગને આપવા માટે જે કે માજી દીવાન અબ્દુલ હમીદખાન ઉપર આવેલું હતું, પરંતુ આ વખતે તે (દિવાનીની) જગ્યાએ શરીઅતખાન નિમાયેલ હોવાથી તેના ઉપર તે પરવાનો આવ્યો. તેની મતલબ એ હતી કે, જ્યારે ખાનફીઝજંગ અમદાવાદથી બહાર નિકળે ત્યારે જે નોકરે રાખેલા હોય તેઓને બક્ષિની નોકરીના કાયદાની સનદ પ્રમાણે મજકુર લખેલા રૂપિયામાંથી પગાર આપવો. તે પછી મુહમ્મદ મોહસનના બદલાયાથી તે જગ્યાએ મુહમદ અબ્દુલ્લા અખબારીને હજુરમાંથી નિમવામાં આવ્યો અને સૈઇદ અહસનુલખાનને ખંભાત બંદરને મુસદી ઠરાવવામાં આવ્યો. ખાનફીરોઝજંગ શહેરની સરહદથી રવાને થઈને સાબરમતી જીલ્લાના જમીનદારોની પિશકશી લેતાં ઇડર તાબે વાલાસનામાં જઈ મુકામ કર્યો અને ત્યાં કેટલાક દિવસ સુધી રોકાયો,