Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| [ ૩૭૭ ]
શામેલ થવું. તે પછી એ સઘળા લોકેએ યુદ્ધની તૈયારી કરીને રવાના થઈ બાબા પ્યારાના ઘાટમાં જઈ પડાવ નાખી મુકામ કર્યો અને મરેઠાઓનું લશ્કર કયારે આવશે તે જાણવા માટે તેઓ જાસુસો ઠરાવી ખબર ભગાવવા લાગ્યા, પરંતુ તે લોકોના મેળાપની જગ્યાની ખરેખરી માહિતી મળતી નહિ હોવાથી તેઓ બાબા પ્યારાના ઘાટ ઉપર આશરે દેઢ માસ સુધી નિરાંતથી પડી રહ્યા. એટલામાં સુરતબંદરની પિલી બાજુના જાસુસોએ મરેઠાઓના આવવાની ખબર પહોંચાડી, અને તે ખબરે સાચી છે એવું ચોક્કસ થયું એટલે નજરઅલીખાને સરદાર સાથે મસલત ચલાવવા માટે એક સભા ભરીને મરેઠાઓના આવી પહોંચવાના ખબર અને તે લોકોના લશ્કરનું વધારેપણું વિગેરે જે હકીકત તે સાંભળી હતી તે સઘળી અબ્દુલ હમીદખાનને લખી જણાવી અને પોતે જવાબની રાહ જોતો બેઠે, પછી
જ્યારે તે સિપાહીઓની નિગેહદાસ્તી (દેખરેખ), તોપખાનું લઈ કુચ કરી જવાની તૈયારી અને આ બનાવ બને તે પહેલાં લશ્કર ભેગું કરી લેવાને તથા ફોજ દારે અને થાણદારોને બોલાવી ભેગા કરવાના કામમાં રોકાયેલો હતો તે વખતે તેને તથા નેકરી ઉપર ચડેલી ફેજને જવાબ આપવામાં આવ્યો કે, થોડા જ વખતમાં ઘણી જ ઉતાવળે તૈયાર લશ્કરની સાથે તોપખાનું લઈ મને આવી પહોંચ્યો જાણજે, તેમજ એ કંઈ નવાઈ જેવું નથી કે તે લોકો નદી કાંઠે મોજમજાહ મહાલતા હશે અને આળસ કરી બાદશાહી કામમાં રોકાઈ સુરત બંદરે ગયેલા નહિ હશે. તે પછી એક કામ એવું તો અયોગ્ય થયું કે, અબદુલ હમીદખાન, પિતાના ઉતાવળીયા સ્વભાવને લીધે શત્રુઓની મોટી સંખ્યા સામે થોડા માણસો લઈ જવાથી પરિણામ કેવું આવશે તેને બિલ્કલ ખ્યાલ નહિ કરતાં જેટલું બની શક્યું તેટલું લશ્કર તૈયાર કરી બહાર નિકળે, તે વખતે ભેગાં થયેલાં લશ્કર પૈકીના ઘણાખરા મેમનસબદારો કે જેઓની પાસે બિસ્કુલ ઘા પણ નહતા તેઓ પિતાને તાકીદી હુકમ મળવાથી બળદગાડીમાં સ્વાર થઈ અથવા તે કોઈનાં દુઓ " ભાડે લઈ સાથેજ રવાને થયા; છે હવે નોકરીઆત લશ્કરના સરદારો કે જેઓ જવાબ આવ્યા પછી ભણી જગ્યાએથી ભેગા મળવાને આતુર હતા અને જેઓના દીલમાં સુરત અંદરની સેલ કરવાની ઇચ્છા ઘણા વર્ષોથી ભરાઈ બેઠેલી હતી તેઓ એવું ધારતા હતા કે, સુરત બંદર એ એક સલામત મથક છે અને ત્યાંના મુસદી