Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૮ ]
વળી સરકારી એ હુકમ મુહમ્મદ બેગખાન ઉપર આવ્યા કે, એવું સાંભળવામાં આવ્યું છે કે, અબદુલ હમીદખાન ગભરાટ તથા વ્હેરજુલમના લીધે કેદમાંથી છુટા થવા માટે પેાતાના લશકર તથા નાયએાને સરકારી ખજાનામાંથી તેમજ નામદાર ખાદશાહજાદાના ખાનામાંથી નાણુ માકલવાનું લખેછે, માટે તમારે સરકારી તેમજ શાહજાદાના ખજાનાની પૂરતી તપાસ રાખવી, અને એવું બનવા ન પામે, કે દિવાનાનો કાઇ પણ માણસ ખાનામાંથી એકાદ રૂપિયા પણ પોતાના ઉપયાગમાં લાવી શકે! કાનદાસ પેશકારથી એ વિષે સુચરા લેવા અને તાકીદ કરવી કે, દીવાનના નાયમેક ઉપર ખાલસા મહા લતા તથા બાકી નિકળતા રૂપિયા જે લેણા હાય તે લખી મેાકલવા, કે જેથી દીવાનના પેશકારને ખાલસા મહાલ અને સરકારી તેવીલનાં નાણાંમાંથી એક દોકડા પણ મળવા પામે નહિ; તથા સરકારી નાણાં પ્રથમના રીવાજ મુજબ બાદશાહી ખાનામાં દાખલ થવામાટે હુંડીઓ કરાવી હજુરમાં મેાકલાવી આપવાં. તેવિષે નાય પાસેથી પણ મુચરકા લેવા અને નાયબ સુબાની સિબદીનું ખર્ચ સુખાના ચાકરી પેટાના મહાલમાંથી આપવામાં આવશે.
અબ્દુલ હમીદખાન દંડની રકમ ભરાતાં સુધી કેટલાક દિવસ મરેઠ આની કેદમાં રહ્યો, અને કાનદાસથી જેટલાં બની શકયાં તેટલાં નાણાં વસુલ કરીને ખાકી રહેતી રકમને વાસ્તે પાતાના ભત્રીજા મુહુમ્મુદ્દખાન અને ભાણેજ ગુલામ મુહમ્મદને પેાતાને બદલે કેદમાં રખાવીને દુશ્મનના નાકર મુઝફફરહુસેન તથા કેટલાક માણસેાની સાથે અમદાવાદ આવ્યા અને જેટલા રૂપિયા મળી શકયા તેટલા ભેગા કરી મેાકલાવી દીધા. હવે કુકત થોડાજ રૂપિયા બાકી રહ્યા હતા તેવામાં મુઝફરહુસેનને વિદાય થવાની રજા આપી દીધી. મુહમ્મદ બેગખાન તેને પકડવાનું ધારતા હતા પરંતુ દીવાન તેની હિમાયત કરશે એવુ તેને જણાયાથી તે હિમ્મત કરી શકયા નહિ. તે વિષે તેણે પાતાના આવવા પહેલાં એક દીવસ અગાઉ હજુરના દીવાન મારતે અરજ કરેલી અને તે ઉપરથી હુકમ આવવાની રાહ જોતા બેઠા હતા. ભેગજોગે આ શહેરમાંથી નિકળતી વખતે તેને તુરત કેદ પકડવાને હજુર હુકમ આવી પહેાંચ્યા, તે એવા હુકમ હતા કે, તે નનામા માણસને પકડીને સખત કેદમાં રાખવા અને શાહજાદો બહાદુર કદાચ ત્યાં આવી પહોંચેલ હશે તે તેને સ્વાધિન કરી દેવા, જેથી તે કેદ