Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૮ર ] અને અર્ધ બાંયને પિશાક, જડિત્ર ખંજર અને મોતી વીગેરેના હાર આ શરે બે-ત્રણ હજાર રૂપિયા સુધીની કિસ્મતના તેને આપવા.
આ વખતે સુરત બંદરથી એવી ખબર આવી હતી કે ઈરાનના શાહને ભાણેજ અલી કુલી હજુરમાં હાજર થવાના વિચારથી સુરતમાં આવેલો છે. તે ઉપરથી શાહજાદા બહાદુર ઉપર હુકમ આવ્યો કે જ્યારે તે મળવાને આવે ત્યારે તેની સામે જઈ માનપુર્વક લઈ આવવા માટે દીવાન તથા ઈલતીફખાનને મનસબદારેની સાથે પોતાની લશકરી છાવણીથી આગળ મોકલવા અને દીવાન ન હોય તે વખતે તેની સાથે મેળાપ કરે; તથા તેને કિમતી પોશાક, સુશોભીત નંગદાર જડિત્ર ખંજર, ભારે કિમતને સાજ સામાનથી સજેલો અરબી ઘોડો, નવી તરેહનું જીન, સારા વણુટવાળો નવો જુઓ અને તમારા પિતાના ખજાનામાંથી બે હજાર રૂપિયા રોકડા તેને ભેટ દાખલ આપી જે ફોજ સરકારી ખજાને લઈને આવે છે તે ફોજના સરદારની સાથે હજુરમાં આવવા માટે રવાને કરી દે અને તે ત્યાં રહે ત્યાંસુધી કંઈપણ ચોરી થાય નહિ તેવિષે સિપાઈઓને તાકીદ કરવી અને તે કઈ પણ રીતે હેરાન થાય નહિ તે માટે ખાસ બંદોબસ્ત કરે. તે વિષે હુકમ થયો કે દીવાન તથા બક્ષિના લેવા જવાની જરૂર નથી અને તેના ઉતારા માટે તમારી પાસેના કોઈ મકાનમાં કોટવાલ ગોઠવણ કરી આપે તેપણ બસ છે તથા મુલાકાતના દીવસે બક્ષિ તથા મીર તેજકજ જઈને લઈ આવે. તેમજ જે રસ્તાની અંદર સ્વારી ઉપર મુલાકાત થાય તે ઘણું સારું, પણ હાથ તો મેળ વવા જ જોઈએ.
પ્રથમ લખવામાં આવ્યું છે કે, ફિરંગી લેકેએ સમુદ્રમાં તેરાન કરીને વહાણોને પકડેલાં હતાં તે વખતે તોશની દંગે દૂર કરવાની ગોઠવણ થઈ શકી નહોતી; તે ઉપરથી સરકારે હુકમ કર્યો હતો કે, વલંદા લોકોને વહેપાર આ દેશમાંથી બંધ કરે. તે વિષેનો હુકમ અબદુલ હમીદખાન ઉપર આવેલો, એજ વર્ષે ફખરૂલ ઇસ્લામ અને શેખુલ ઇસ્લામ કે જેઓ (બને) ફીરંગીઓની કેદમાં હતા તેઓ જ્યારે ફીરંગીઓની સાથે સલાહ થઈ ત્યારે છુટા થઇને આવ્યા; સમુદ્રનો ક્રિસાદ દૂર થઈ ગયો અને સુખેથી વહાણે રવાને થવા લાગ્યાં.