Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[[ ૩૯૪ ]
હવે અજીતસિંહના ઉશ્કેરવાથી દરકાદાસ રાઠેઠ કે તેના સાંસારમાં આવી ગયો હતો તેણે જોધપુરના જીલ્લામાં બખેડા ઉભા કર્યા હતા તેથી સાહજાદા બહાદુરે થરાદ વિગેરે ઠેકાણે લેજે મોકલી આપી. આ ખબર
જ્યારે દરદાસના સાંભળવામાં આવી ત્યારે તે ગભરાઈ ગયો અને શરણે નહિ આવેલા કોળીઓના રહેઠાણમાં જતો રહ્યો. તેને ગભરાટ ઘણેજ વધી પડે અને ફરીથી એજ કામ કરવાનું તેને સૂઝયું. તેણે સાંભળ્યું કે, મને કેદ પકડવા અથવા તે જાનથી મારી નાખવા લશ્કરનો ઠરાવ થયો છે. સદરખાન બાબીએ તેને ઠેઠ પહોંચાડવાના મુચરકા આપેલા, જેથી તેને પાટણની ફોજદારી નોકરીની શરતના વધારાથી શાહજાદાની અરજ ઉપરથી હજુરમાંથી મંજુરી આપવામાં આવી. પછી એહમદ બાકરને અમલીયારાની થાણદારી અને નોકરીની શરતના વધારામાં મોડાસાની જાગીર આપવાની અરજ થઈ તે ઉપરથી હુકમ થયો કે, પહેલાં જેકે ચંદ્રસિંહ ઝાલાને વાતે મોડાસાની તજવીજ થઈ હતી પણ બીજી જગ્યાઓ ઘણી છે, માટે નોકરી શરતને માટે કોઈ બીજા ઠેકાણુની તજવીજ કરવી. ત્યારબાદ કેટલાક અરજ કરનારાઓના કહેવાથી શાહજાદા બહાદુરને
જ્યારે ખબર થઈ કે, દરકદાસ રાઠોડની સાથે અબ્દુલ હમીદખાન ઘણે સંબંધ ધરાવે છે અને તેના વકીલોને તે છાની ખબરો પણ આપે છે ત્યારે તેણે હજુરમાં અરજ કરી, તે ઉપરથી પ્રત્યુત્તર આવ્યો કે, તેણે કુરાન મેઢે યાદ કરેલું છે, મક્કા જેવાં પવિત્ર સ્થળની તેણે હજ પણ કરેલી છે અને વળી એક નેક મુસલમાન પુરૂષ છે. માટે તે એવા ગેરમુસલમાન માણસને દસ્ત બને તે સંભવતું નથી.
- હવે શાહજાદા બહાદુર ઉપર એવો હુકમ આવ્યો કે, મરેઠાઓને પિકાર નાશ કરી જવાના કારણથી ફરીથી સુરત અને ગુજરાત તરફની અરજ કરવામાં આવે છે માટે તમે ઇબ્રાહીમખાનને બોલાવી વહેલાસર સુરત તરફ જઈ પહેચો અને કામ કરતા કરતા બકલાનાને રસ્તે થઈ હજુરમાં પહોંચી જાઓ. શેખ અલી સરહિન્દીના દીકરાના મનસબની જે તધ્વીજ કરી હતી તે મંજુર થઈ નહિ. એ જ વખતે શાહજાદા બહાદુરને અમી હિના ખાનામાંથી એક લાખ રૂપિયા ઇનામ દાખલ બક્ષિ કરવામાં આવ્યાં.