Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 451
________________ [ ૪૦૫ ] તેથી મના કરનારને અજ્ઞાન અને અભણ ગણી કાઢવામાં આવ્યા અને બીજા શુક્રવારે પણ એજ શબ્દ વધારી ભાષણ કર્યું. એ સાંભળતાં જ એક નિડર માણસે તેને ઓટલા પરથી ટગ પકડી ઘસડીને મારી નાખ્યો અને બીજાઓએ તેને ઢસડીને રસ્તામાં નાખી દીધે, તે છેક સાંજ સુધી એમ ને એમજ પડી રહ્યો. પછી સુબાની રજા લઈ તેનાં કફન દફનની ગોઠવણ કરી દાટવામાં આવ્યો. આ વખતે સુબા દિવાન ઉપર હુકમ આવ્યો કે, બાદશાહી સ્વારી હેદરાબાદ જાય છે માટે સુબાના ખજાનામાં જે કાંઈ નાણું એકઠાં થયેલાં હોય તે લઈને ઉજેન મુકામે પહોંચતાં કરવા આવી મળવું. આ હુકમને માન્ય કરી અબદુલ હમીદખાને ભારબરદારીને બંદબત કરી ખાજાની સાથે ઉજેન મુકામે હજુર સન્મુખ રજુ કરી દીધું, જેથી તેના ઉપર હજુરની મહેરબાની થઈ. પછી તે પાછો ફરી પિતાના તાબાના સુબામાં જવાની આજ્ઞા મેળવવા પામ્યો. બાદશાહજાદા જહાંશાહના દીવાન મોતમીદખાનને ચાંપાનેરને કિલ્લેદાર બનાવવામાં આવ્યો અને તેની સોંપણી સઈદ અકીલખાનને થઈ, અને લુગડાં–ગાંસડીનું મહેસુલ ખાતું કે જે ઔરંગજેબ બાદશાહના વખતમાં બંધ પાડવામાં આવ્યું હતું તે ઉપર મહેસુલ અધિકારી તથા કોટવાલીની જગ્યાએ મીર અબુલ બકાની નિમણુંક થઈ. શેખ નજમુદીનની બદલીએ ઘેડાના વાવ અને હાજરીના અમીનની જગ્યા ઉપર મીર અબુલ કાસિમને કાયમ કરવામાં આવ્યો. કાપડ વણાટનાં કારખાનાં ઉપર મુહમદ હામબેગના દીકરા મુહમદ કાજમને મુકવામાં આવ્યો અને સરકારી ખજાનાના દરોગા અબ્દુલ વાસેની બદલીથી તે જગ્યા ખાજા ઇવજને અપાઈ. અલી અકબર બક્ષિ તથા અખબારી શેખ નુરૂલાને નિવારસી ખાતાંના અમીનો નિમ્યા અને કાપડ વણવાનું ખાતું સરફુદીનના બદલાયાથી હજુર તાબે ઠરાવવામાં આવ્યું. ઔરંગજેબ બાદશાહના વખતમાં કેટલાંક પરગણુઓમાં દામોની તાણ પડી ગઈ હતી તેથી હુકમ પ્રમાણે ફરીથી આપવા માંડ્યાં, અને કેટલેક ઠેકાણે દામોનો વધારો પણ થયા. અમાનતખાનના બદલાયાથી ખંભાતબંદરની મુસદીગીરી તથા સૈઈદ અલીખાન ફિરોઝજંગના બદલાયાથી કાજનાની થાણદારી એતેમાદખાનના નામ ઉપર ગઠવી તેને કામ

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486