Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૮૫ ] દક્ષિણ કોએ કેદમાં પકડાયેલા દરેક માણસની સ્થિતિ તેમજ યોગ્યતાની ખરી હકીકતની માહિતી મેળવી હતી અને તેના બદલામાં દરેક દીઠ એક એક રકમ દંડની ઠરાવી હતી. તે પૈકીને સફદરખાન બાબી પિતાની ઉપર જે રકમ મુકરર થઈ હતી તે અદા કરવાનાં કારણથી પિતાના દીકરા સલાબતને પિતાની જગ્યાએ સોંપી પોતે ભરૂચ આવ્યો અને રકમ ભેગી કરી આપી છુટો થયો. તે સિવાય બીજાએ પણ પિતાથી જેવી રીતે બની શકી તેવી રીતે શાહજોગ રકમ આપી છુટા થયા. તથા અબદુલ હમીદખાન અને નજરઅલીનું કામ ઘણું ભારે હતું તેથી કેટલાક દીવસ સુધી તેમની માહેતીવિષે વિલંબ થઈ. પ્રથમ નજરઅલી રજા લઈ છુટા થઈને અમદાવાદ આવ્યો, પણ તેની કેટલી રકમ હતી તે જણાયેલ નહિ. અબ્દુલ હમીદખાન માટે ત્રણ લાખ રૂપિયા ઠરાવવામાં આવ્યા હતા તેથી તેનો બંદોબસ્ત કરી અમદાવાદ પહોંચાડવા વાતે તેણે પિતાના સગા સંબંધીઓ અને કાનદાસ શિકારને લખી મોકલ્યું, જેથી તેઓએ તે કામ પૂરું કરવાની તજવીજ કરવા માંડી. આ રકમ (ત્રણ લાખ રૂપિયાની) ઘણી ભારે રકમ હતી. જો કે તે રકમ એકઠી કરવામાં તેના સગાસંબંધીઓએ પિતાની રોકડ રકમ તથા ઝર ઝવેરાત વિગેરે આપવા માંડી તે પણ તે રકમ પુરી થઈ શકી નહિ. છેવટે જ્યારે બક્ષિવિગેરેની અરજીઓ ઉપરથી હજુરના જાણવામાં આવ્યું ત્યારે માળવાના બંડખોરોના નાશકર્તા શાહજાદા સુહમ્મદ બેદારબખ્ત ઉપર એવું ફરમાન મોકલવામાં આવ્યું કે, શાહજાદે આજમશાહ બહાદુર ઝાબુવાને જે રસ્તે થઈને ગયો હતો તે જ રસ્તે થઈને તમોએ અમદાવાદના નવા નિમાયેલા સુબા ઇબ્રાહીમખાનના આ વતાં સુધીમાં ઘણી જ ઝડપથી જઈ મરેઠા લોકોને નસાડી મુકવા અને શહે રને પૂરતો બંદોબસ્ત તથા રક્ષણ કરવું. તે સાથે વળી એવી આજ્ઞા કરવામાં આવી કે, તે તરફના કેટલાક ફોજદારે કે જેઓ મરણ પામ્યા છે, કેટલાક અભાગીયાઓ કે જેઓ કેદ પકડાયેલા છે અને કેટલાક માણસો કે જેઓ દંડ ભરીને છુટી આવ્યા છે તે બધાના મનમાં એવી ધાસ્તી બરાઈ બેઠી છે કે, તેમનાથી ફોજદારીનું કામ થવું ઘણું મુશ્કેલ છે, માટે તે લોકોની જગ્યાએ સુબાના તેહનાતીઓ પૈકીના લોકોને પગારમાં વધારો કરી આપી નોકરીની શરતથી અને બેકાર થયેલાઓના પગારની શરતથી તજવીજ કરી લખી જણાવવું. જેથી તે ઉપર ધ્યાન આપી મંજુરી આપવામાં આવશે.