Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૮૨ ]
ખાજા અબદુલ હમીદખાનના બહાર પડવાની અને અત્રે આવવાની ખબર દક્ષિણીઓમાં એવી રીતની ફેલાઈ છે, તે ઘણો જ પાસે આવી લાગે છે, જેથી તેઓએ એવું ધાર્યું કે, રખેને તેને આ થયેલી હારના બનાવની ખબર મળે અને તેથી તે કદાચ અહિંથી પાછો જતો રહે અથવા તે કોઈ ઠેકાણે ભરાઈ બેસીને તે જગ્યાને પાકે પાયે મજબુત બનાવી લે.
દક્ષિણી–મરેઠાઓ ઉતારા આગળ આવી પહોંચ્યા તે વખતે મુસલમાની ફોજ મોટા ફેલાવમાં પડાવ નાંખી પડી રહેલી હતી. હવે ભારે ઘોંઘાટ તથા બુમાટ ચોતરફ થવા લાગ્યો. આ ભયંકર અને ત્રાસ ઉપજાવનારા બનાવથી જે લોકોના મનમાં બીક પેસી ગઈ હતી તે લોકો રાત્રીના અંધકારરૂપી કાળા પડદાને દિવસનો તેજસ્વી પ્રકાશ માની લઇને રાત્રીના વખતને સદભાગ્યે મળેલો સમજી બીકના લીધે પોતાનો બચાવ કરવાની ખાતર આસપાસ જ્યાં નજર પડી ત્યાં પહોંચી ગયા. હવારે કે જ્યારે ઘણાખરા માણસોના આયુષને અંત આવી લાગેલો હતો ત્યારે તારારૂપી લશ્કરના બાદશાહે પિતાની ચળકતી સોનેરી તલવારને રાત્રી રૂપી મ્યાનમાંથી બહાર કાઢી એટલે કે દીવસના વખતે દક્ષિણી લોકો લઢાઈ કરવા લાગ્યા. મુસલમાન બહાદુરે પણ તેમની સામે હાર બંધાઈ પિતાને બચાવ કરતા લડવા લાગ્યા. એક બીજાઓ આમને સામન પિત પિોતાની બહાદુરી બતાવવા લાગ્યા અને તોપ તથા બંદુકોની અગ્નિને વર્ષાદ વરસવા લાગ્યા. ધર્મયુદ્ધની પેઠે યુદ્ધના મેદાનને લગ્નને મંડપ સમજી ઘેલા-ગાંડા થઈ વખાણવા લાયક બહાદુરી બતાવવામાં આવી અને તીરના રૂપમાં ગોળીઓના આવવાથી આત્મારૂપી પ્રાણ ઉડી જવા લાગ્યા. ઘણાખરા નામદાર અને શુરવીરો કપાઈ ગયા જ્યારે કેટલાક લોકોએ ઘા ખાઈ બને તરફની ભલાઈ મેળવી હતી. શત્રુઓનું લશ્કર ગણત્રીમાં જોકે ઘણું વધારે હતું પરંતુ તે કેવું અને કેટલું હશે તેતો બિલકુલ કહી શકાતું જ નહોતું. તે સઘળું દરેક ઠેકાણેથી કીડીઓ તથા તીડની માફક એકઠું થયું હતું અને
જના કાયદેસર યુદ્ધના નિયમોમાં ભંગ પાડી દીધો હતો, જેથી હાર થઈ ગઈ આ ખબર મળતાંજ દક્ષિણી લેકો બનતી ઉતાવળે જલદી રવાને થઇ એક રાતમાં નર્મદા નદી ઉતરવાના બાબા પ્યારાના ઘાટ ઉપર આવી પહોંચ્યા. બનવાકાળ તેજ દિવસે અબ્દુલ હમીદખાન–મનસીબદાર અને ખોટા ઢોંગ દેખાડનાર જવાંમરદો-જેવા કે, સફદરખાન બાબીના દીકરા-મુહમદ શેર