Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[
૩૭૨
]
બિલકુલ નિઃસંબંધી હતું. ખંભાતના મુસદીના જુલમથી કાયર થઈ ત્યાંની તે બાદશાહજાદા આગળ જઈને ફરીયાદ અરજીઓ રજુ કરી, કે જે અરજીઓ હજુરમાં મોકલવામાં આવી. તે ઉપરથી હજુર હુકમ આવ્યો કે, વડોદરાની નોકરી નહિ મળવાથી તેમજ વીજાપુરની નોકરી ઉપરથી ઉતરી મુકયાથી ખાજા અદુલ હમીદખાન ઘણો ઝંખવાણો પડી ગયેલ હશે, માટે ખંભાતની અમલદારી તેને સોંપવી, કે જેથી તે ત્યાં જઈ નાયબ મુકી પાછો આવે. સરકારી હુકમ આવ્યાથી બાદશાહજાદાએ ખંભાત બંદરની મુસદીગીરી ઉપર એતેમાદખાનની નિમણુંક કરી હતી જેથી ફરી હુકમ થયો કે, તેને ખંભાત મોકલી દેવો અને બીજી ફોજદારીઓ પૈકીની વીજાપુરની
જદારી ઉપર જે તમારી ઈચ્છા હોય તો અબ્દુલ હમીદખાનની નિમણુંક કરવી. તે બાદ ઈલતિફખાનને માટે હજુરમાંથી સો રૂપિયાના મનસબના વધારાની મંજુરી આપવામાં આવી અને બાદશાહજાદાની સરકારના મીર સામાન મીર બાકરને મોતમીદખાનનો ખિતાબ આપવામાં આવ્યો.
ત્યારબાદ શહેરના ઔષધાલયના અધિકારી હકીમ મુહમ્મદ તકીશિરાજીની બદલી થવાથી તે જગ્યાએ હકીમ રજીઉદીનને નીમવામાં આવ્યો અને બાદશાહજાદાની દરખારત ઉપરથી પહેલા દરજજાની બક્ષિગીરી ઉપર મસ્તઅલીને ઠરાવવામાં આવ્યો. એજ વર્ષમાં બાદશાહી નીલમ, બાદશાહી પિશાકનાં ત્રણ લુગડાં, નાજુક સુશોભિત ચિનાઈ લોટ અને સોનેરી જાવ ખંજર કે જે ઉપર સુલેમાની ઝવેરનું જડિત્ર કામ કરેલું હતું તે, તથા કાશ્મીરી કારીગીરીવાળી નકશિદાર કચકલની એક ખુરશી –એ બધી ચીજો હજુરમાંથી બાદશાહજાદાને ઈનામ દાખલ આપવામાં આવી. તે પછી સાબરમતીના સામા કાંઠા ઉપર રહેતી રઈથત ઉપર સિપાઈઓ તેમજ પઠાણો તરફથી ગુજારવામાં આવતા જુલભાટ વિષેની અરજી જ્યારે બાદશાહજાદા બહાદુરને રોશન કરવામાં આવી ત્યારે કમ કર્યો કે, લશ્કર ટુકડીએ જઈને તેમને રીક્ષા તથા સમજુતી આપવી. જેથી તે ફેજના લોકો
વતી ફરે છોડી દઈ લડવા તત્પર થઈ ગયા. તે વખતે મુહમ્મદ ઉમર તથા મુહમ્મદ ઉસમાન તકી–એ બને જમાદારોની સિફારસી અરજ ઉપરથી , તેમની બધી કસુરો માફ કરી હુકમ કર્યો કે, હવે પછી કોઈ પણ માણસને દુ:ખ દેવું કે નુકશાન કરી જુલમ કરવો નહિ. આ વખતે હજુમાંથી બાદશાહજાદાએ કરેલી અરજ ઉપરથી શેખ અકરમુદ્દીનને, તેના સગાએને અને નજરઅલીખાનને જાગીરો આપવામાં આવી તથા નાણાં