Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 417
________________ [ ૩૭૧ ]. સત્તાના વધારાથી પહેલાંની તેમજ આ નવી નેકરીઓ ભેગી કરી દઈ અબ્દુલ હમીદખાનને આપવામાં આવી અને વીજાપુરની ફોજદારી ઉપર ત્રણસો સ્વારનો વધારો તથા પિશાક આપીને સફદરખાન બાબીને નિમવામાં આવ્યો. તે બન્ને ફોજદારી તથા સોરઠની ફેજિદારી ઉપર મુહમદબેગખાનના બદલાયાથી શેર અંદાજખાનને આસપાસના ઉજદારની જગ્યા ઉપર કાયમ કર્યો. જ્યારે તે વિષેની અરજ હજુરમાં જાહેર કરવામાં આવી ત્યારે હુકમ થયો કે, જે પુરદિલ શેરાનીથી કંઈ કસુર થઈ હોય, કે જેથી તેને કાઢી મુકવામાં આવે, માટે તેની ઘટતી તજવીજ કરીને હજુરમાં ખબર આપવી. અને સોરઠની જગ્યા કંઇ ઓછાં મનસબવાળી નથી માટે તે જગ્યાએ મોટા મનસબવાળા માણસને નિમવાની જરૂર છે. આ કામ ઉપર કાયમ થતા સુરતના મનસબદાર તરફથી રૂપિયા પાંચ હજાર ચાલ્યા આવે છે, રાજધાનીથી દૂર હોવાના લીધે દક્ષિણ તથા બંગાલાના સુબાઓને બહાલી બરતરફીની સત્તા આપવામાં આવેલી છે અને હજુર સ્વારી હાજર છતાં પણ હજુર હુકમસિવાય, હજુરે બહાલ કરેલા ફેજદારોની ફોજદારીના મનસબ ઉપર બીજાની નિમણુંક કરવી એગ્ય નથી. સુબાની દીવાનીનું કામ ફોજદારી સાથે કંઈપણ સંબંધ ધરાવતું નથી, અને તેમાં નવાઈ જેવું પણ કંઈ નથી. ધોળકા એ ખાલસા પરગણું છે અને તે, શહેરની નજીકમાં જ આવેલું છે, માટે ત્યાંની અમલદારી ઉપર તેને, તથા વડોદરાની ફોજદારી ઉપર મુહમ્મદ બેગખાનને તેના મનસબમાં વધારે કરી આપીને નિમવામાં આવે છે. અમદાવાદ બહારની ફોજદારીની જગ્યા સરકારી નોકરે તેમજ તમારા નાકમાંથી જે કોઈ યોગ્ય હોય તેને સેંપવી. આ વખતે બાદશાહજાદાના વકીલોને સોરઠ પ્રાંત વાંટા સહિત આપવામાં આવ્યો. શહેરની મજીદે અને તેમાં વિષેશ કરીને જુમાભરજદ તથા ઈદગાહમાં શુક્રવારના દિવસે જે મીરાબર ઉપર ઉભા રહીને ખુતબો પઢવામાં આવતો હતો તે મીમ્બરનાં પગથીયાં વધારે હતાં તેથી બાશાહજાદાએ વિદ્વાન આમ લોકોના મતથી તે બન્ને મજેદના મીમ્બરો તોડી નંબરકત ત્રણજ પગથિયાં ફરીથી કરાવી આપ્યાં; કારણ કે, હજરત પેગમ્બર સાહેબના વખતમાં એથી વધારે પગથિયાં નહોતાં તેથી તે પ્રમાણે કરી આપ્યાં. હવે વીજાપુરની ફોજદારીની જગ્યા સફદરખાન બાબીને માટે મંજુર કરવામાં આવી, કેમકે તેથી દીવાનનું કામ તદન જુદું જ અને

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486