Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૭૦ ]
વહેપારીના માલને શહેરમાં જપ્ત કર્યો, પરંતુ કેટલાક દિવસો વિત્યાબાદ સુરત બંદરના મુસદીની અરજી ઉપરથી તેની કસુરની માફી આપવામાં આવી અને તેવિશે એ સરકારી ઠરાવ બહાર પાડ્યો કે, મજકુર સુબાના તાબાના રાજ્યમાં વસતા જે ટોપીવાળા અને અરમની લોકોને માલ જપ્ત થયો હોય તેઓને તેઓના માલ ઉપરથી જપ્તી ઉઠાવી લઈને સઘળો ભાલ પાછો આપ, તેમ તેઓના વહેપારમાં હવે પછી બિલકુલ હરકત કે ડખલ કરવી નહિ.
આ વખતે સુબાના દીવાને અમદાવાદના કોટની મરામત કરવા માટે ૨૬,૦૦૦ છવ્વીશ હજાર રૂપિયાના ખર્ચને અડસટો કરીને હજુરમાં અરજી મોકલેલી હતી, તે ઉપરથી પરવાનગી આપવામાં આવી કે, વીશ હજાર રૂપિયા બે હપ્ત શાહજાદાના વકીલોને સરકારી ખજાનામાંથી આ કામ વાસ્તે આપવા અને તેઓએ આ મરામતનું કામ ઘણી જ તાકીદે
' હવે દરકદાસ રોડ તથા અજીતસિંહ કે જેઓ નાસી ગયા હતા તેઓનું અભિમાન વધી પડ્યું હતું. તેઓ હદ ઉપરાંત આગળ આગળ ડગલાં ભરતા જતા હતા અને અતિશે ઘાતકી વિગેરે કેટલાંક નાલાયક કામે કરતા હતા. તે ઉપરથી સરકારી હુકમ આવ્યો કે, તેઓનું જસવંતસીંહને સિદ્ધાંત લઈ બોધ કરવાનું કામ બનાવટી છે, પણ બેશક, તેની ભવિષ્ય સુચનાથી પણ બાદશાહજાદા અને ધર્માધિકારી ગ્યાસુદીનની તજવીજથી મનસબના વધારાનું ભાન મળ્યું. તે પછી સુબાના દીવાન અબ્દુલ હમીદખાન ઉપર ઉતુલમુક અસદખાનની મહોરવાળો હુકમ આવ્યો કે, એક લાખ મણ અનાજ ખંભાત બંદરે લઈ જઈ સમુદ્ર કિનારે રહેલાં સરકારી લશ્કરના માણસને જેમ બને તેમ વહેલાસર પહોંચાડી દેવું. ત્યારબાદ એ હુકમ આવ્યો કે, સાયર-કોઠા મહાલના મુસદીઓએ શહેરની આસપાસના માલના મહેસુલની હકીકત તથા સાયરખાતાની પૂરતી કેફીઅત સંક્ષેપમાં લખી કૌક (નળી) ના ભુંગળાંમાં નાખીને દર મહિને એકવાર હજુરમાં મોકલતા રહેવું.
સને ૧૧૧૫ હિજરીમાં સુબાના બનાવોના કાગળો તપાસતાં બાદશાહજાદાની હજુરમાં પૂરદીલ શેરાનીની જગ્યાએ વડોદરાની ફોજદારી જાતીકા સો રૂપિયાનો વધારો અને નેકરીની શરતના ૫૦૦ સ્વારની