Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[[ ૧૮ ] - એ જ વર્ષે સઘળા સુબાઓ ઉપર હજુર હુકમ આવ્યો કે, કેઈએ પણુ પંચાંગ લખવાં નહિ, કેમકે એ કામ ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ છે અને એ વિષે જોષીઓ પાસેથી મુચરકા લખાવી લેવા. તે પછી બાદશાહજાદા ઉપર હજુર હુકમ આવ્યો કે, તમારે ફરમાશો તથા ખર્ચમાં ઘણું જ ધ્યાન રાખવું અને ગુજરાત દેશ એ એક હિન્દુસ્તાનના શણગાર રૂપ ગણાય છે. તેમાં સઘળી જાતના હુન્નરી અને ધંધાદારી લોકો રહે છે, ત્યાંથી હાલમાં સરકારી કારખાનામાં જે જાતને માલ આવે છે તે ઘણીજ ઉત્તમ કારીગીરીવાળો, ઉમદા કસબને, ચળકાટવાળો, ટકાઉ અને કિમ્મતમાં પણ ઘણો જ
છે. ત્યાંની સઘળી વસ્તુઓ કુદરતને પણ ભૂલાવો ખવરાવે તેવી છે, માટે તે ઉપર ખાસ ધ્યાન રાખીને તે લેકોને કામવગર રહેવા નહિ દેતાં એક ચેકસ ટાઈમ મુકરર કરી આપીને કામે વળગાડવા જોઈએ, કે જેથી જે કાંઈ નસિબમાં હોય તે તેઓને મળી શકે, દીલ્લીના કારખાનાઓમાં કિનખાબ તથા રૂની વસ્તુઓની બનાવટ ઘણીજ ઉમદા થતી હતી પરંતુ તે હાલમાં બંધ પડી ગયેલી છે. પણ જો તમે ગોઠવણ કરવા ધારશો તે ત્યાંથી પણ ઘણાજ ઉમદા કારીગરો મળી આવશે.
મજકુર વર્ષમાં કુરાનની બે પ્રતો, કે જેમાંની એક સોનેરી જાય અક્ષરથી લખાયેલી હતી અને બીજી મુહમ્મદ રજાના શિષ્યના હાથથી લખાયેલી હતી તે તથા તેની સાથે બેતાલીશ હદીસો કે જેને સંગ્રહ ખુદ બાદશાહે પોતે પણ કરેલો હતો તે, તથા સાકરલાટનાં વરસાદી લુગડાં કે જે, તે વેળાએ યુરોપથી તુરતનાં જ આવેલાં હતાં તે બધાં હજુરમાંથી બાદશાહજાદા બહાદુરને ઈનામમાં આપવામાં આવ્યાં.
જ્યારે શ્રીમંત સરકાર (બાદશાહ)ને જાણવામાં આવ્યું કે, મરેઠા લોકોનાં ટોળાંઓ બહાર નિકળી પડીને બકાના અને સુરત બંદરે આવવાને ઈરાદો રાખે છે ત્યારે બાદશાહજાદા ઉપર હુકમ લખી મોકલ્યો કે, કોઈ પણ બનાવ બનતાં પહેલાં તેને નહિ બનવા દેવાને બંદબત અગાઉથી કરવો જોઈએ અને સુરત તર૪ લશ્કર રવાને કરીને તમારે શિકાર અર્થે ભરૂચમાં જઈને ભવું. તે સાથેજ વળી એવો પણ હુકમ કરેલો હતું કે, સોરઠમાં આવેલું સોમનાથનું મંદીર કે જે, ખારા સમુદ્રમાં આ વેલું છે અને તે પડી ગયેલું હોવાથી ત્યાં મૂર્તિપૂજા પણ થતી નહતી તે વિષેની કઈ પણ હકીકત જાહેર થઈ નથી કે, ત્યાંની શું હકીકત છે !