Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૧૫ ] બાદ, તથા પેટલાદ પ્રગણું બીજા કેટલાક પ્રગણું મુશ્કની દીવાની. સહીત તેને જાગીરમાં આપ્યાં, અને વડોદરૂં નીરંગ- પહેલો સુબો ૮૦ ખાનને તથા મોટાખાનના કાકા મીર મુહમદખાનના હવાલામાં સરકારે પાટણ આપવામાં આવ્યા, ભરૂચ સરકાર અને તેની હદમાં આવેલી જગ્યાઓ કુતબુદીન મુહમ્મદખાનને, અને ધોળકા તથા ધંધુકા સઈદ મુહમ્મદ બુખારીને અને તેવી જ રીતે ગુજરાતના સઘળા મહાલો મોટા અમીરોને વહેંચી આપી સોમવાર તારીખ ૧૦ ઇલહજમે દહાડે પાટણ તથા જાલોરને રસ્તે આગ્રા રાજધાની તરફ રવાને થયે. મોટા ખાન તથા સઘળા મોટા ગુજરાતી અમીરો કે જેઓ આ દેશમાં અમલ ચલાવવાને તથા રક્ષણ કરવાને નિમાયા હતા તેઓને સારાં સારાં માનઆબરૂનાં ઇનામો આપી સિધપુર મુકામથી પાછા ફરવાની આજ્ઞા કરી.
પાછા ફરતી વખતે મોટા ખાનને ખબર મળી કે ઈતીઆલમુક નાસી જઈ ઇડરની હદમાં ત્યાંના જમીનદાર રાયનારાયણથી મળી જઈ બંડ ઉભું કરે છે અને શેરખાન પોલાદીના દીકરા તેનાથી એકસંપ થયા છે માટે અહમદાબાદ જવાની સલાહ ઠીક જણાતી નથી, જેથી શત્રુઓને ટાળવાને તે ભણી જવાની હિમ્મત દર્શાવી. સરહદના જાગીરદારે મારા મુકીમ જેવા તેમની ઉપર ઘણે જુલમ વર્તાયાથી પિતાની જગ્યાએ મુકી દઈ મોટાખાનને આવી મળ્યા અને તેઓ સઘળા ઇડરથી દશ ગાઉ ઉપર આવેલા અહમદનગરમાં ભેગા થઈ ગયા.
આ વખતે મુહમ્મદહુસેન મીરજા, બાદશાહની રબારી આગ્રા તરફ સીધાવ્યાનું સાંભળી દોલતાબાદની હદમાંથી ભાગ જેઈ સુરતની સરહદમાં આવી પહોંચ્યો. તે વખતે મુહમદ હુસેન મીરજાએ કલી જખાને કિલાની પાકી મજબૂત ગોઠવણ કરી ભચ લઈ લીધું. મુકી હતી અને કિલ્લેદારીના કામની જેદરતી ખોટ પૂર્ણ . રીતે પુરી પાડેલી હતી. હવે અકમી મીરાએ જોયું કે સુરતનો કિલ્લે છતો તે ન બની શકે એવું કામ છે તેથી તેને ઘેરવાનું કામ પડતું મુકી ભરૂચમાં આવી આ જગ્યા કુતબુદીન મુહમ્મદખાનના માણસો પાસેથી લઈ લીધી. આ વેળાએ મજકુર ખાન વડોદરામાં હતો અને ત્યાંથી હુસેનખાનની અ૫ બુદ્ધિને લીધે ખંભાત પણ કબજે કરી લીધું અને હુસેનખાન અહમદાબાદ આવ્યો.