Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭ ] સ્ત્રીઓ એરસના અવસરે, જુમેરાતની રાત્રે, તેમજ ચાંદણીઆમાં પીરોની કબર ઉપર જઈ ભીડ કરે છે અને તેથી તોફાની બનાવો બને છે, માટે એવું ઠરાવવું કે કોઈ માણસે દરગાહમાં ભેગા થાય નહિ. (૨૭) ધોળકા કસ્બામાં કઈ લાચાર માણસ પિતાનું ઘર પાડી કે વેચી નાખવા ધારતે હોય તે તેની પાસેથી દરહજારે એક રૂપિયાને બદલે ત્રણ ટકા ત્યાંના કેટવાલ છે. (૨૮) બળદ અથવા ભેંસ લુદ કે ઉજાણીના અથે કોઈ માણસ ખરીદ કરે છે તે ખરીદીનું મહેસુલ ચબુતરામાં લેવાય છે. પહેલાં સરકારી હુકમથી ઠરાવવામાં આવેલું હતું કે આંકેલી કીંમત ઉપર ચાલીશ બાર હિંદુઓ પાસેથી અને ચાલીશ પ્રમાણે મુસલમાનેથી વેચનાર પાસેથી વસુલ લેવા; અને બીજી કોઈ તકરાર ઉભી નહિ કરતાં સરકારી હુકમ પ્રમાણે અમલ કરવો. બીજી જે કઈ જણસની કીંમત સાડીબાવન રૂપિયાથી ઓછી હોય તેનું હાંસલ લેવું નહિ જે અગ્યાર અથવા દશ હોય તેનું મહેસુલ દર પ્રમાણે કરાવી લેવું. () રૈયત પૈકીના ગરીબ માણસો દરેક જાતનાં જાનવર શહેરમાં કે પુરાઓમાં વેચવા માટે લાવે છે તેમની પાસેથી વારેવાર કંઈ લેવામાં આવે છે, એટલે કે પહેલું આવક ઉપર, બીજું વેચાણ ઉપર અને ત્રીજું જે ન વહેચાય તો પાછાં લઈ જવા વખતે જાવક ઉપર પણ કાંઈક લે છે. (૩૦) પાટણ શહેરમાં કેળાં તથા શેરડી ઉપર દરેક ભાર (ગાડું) દીઠ ચાર-પાંચ રૂપિયા લે છે અને વળી તે ઉપરાંત ચારસો કેળાં પણ લે છે. (૩૧) લાદેલા ભોરના જતી વખતે (પછી તે દાણાનું હોય કે તેમાં કોઈ બીજી વસ્તુ ભરેલી હોય) ચીઠી આપનાર ચબુતરા ઉપર બે રૂપિયા લે છે. (૩૨) પાટણ શહેરમાં દરેક ઘેટાં-બકરાં ઉપર એક વર્ષે ત્રણ આના, ગાય-બળદ ઉપર અર્ધ રૂપી અને ભેંસ ઉપર એક રૂપી લે છે. જે તે હિસાબે પહોંચ્યા ન હોય તે જબરદસ્તીથી લે છે, તે ઉપરથી હજુર હુકમ ફરમાવે છે કે ઢોરોની જકાત શરેહપ્રમાણે લેવી. (૩૩) સ્થાને, તિર્થો અને મુલકની એલ તથા ખરાબ ચાલની બાઈડીઓની બજારમાં બેસવાની રીતી, કે જેમ અહમદાબાદ અને તેના પુરામાં બેસે છે, તે પરથી હુકમ થાય છે કે ભજીમાં ઈમામો (નિમાઝપઢાવનારા) નિમણુંક કરી ફરમાવવું કે સ્થાન, તિર્થો અને મુલકની એલ કે ખરાબ વર્તણુંકવાળી ઓરતોની બજાર અને બેઠકે દૂર કરી દેવી. (૩૪) અનાજ મોંઘુ થવાથી દરેક ઠેકાણે જમાબંધી પૂર્ણ થઈ ચુકી છે. હવે અનાજ સેધું થવાથી જાગીરદાર તથા