Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૬ ] બંધી સિપાહીઓના એક માસના પગારમાં ૨૪,૬૭૧ રૂપિયા આપવાનો હુકમ થઇ અપાએલા તે, ઓલક–સોરઠના પરગણુની બાદશાહજાદાની જાગીરમાંથી કાપી અમદાવાદના ખજાનામાં પાછી ભરી દેવાનો હુકમ થએલો, તે રૂપિયા હાલ સુધી નહિ ભરાતાં બાકીમાં હતા, તેમજ પિટલાદમાં અપાએલી તકાવીની રકમના રૂપિયા જે બાકી રહેલા હોય તે કાપી લઈ સઘળા પગાર કરી દેવા. તે વિષે સરકારી હુકમ સુબાના દીવાન ઉપર આવ્યો. ત્યારપછી શાહરદીખાનને તેના બાપના મરી જવાથી જુનાગઢની. ફોજદારી ઉપર નિમવામાં આવ્યો.
સને ૧૦૮૭ હિ. માં મોતમીદખાન, સુરત બંદરના મુસદી સલાબતખાનના બદલાયાથી તે જગ્યાએ માનવંતો ઉમદા પોશાક પહેરીને આવ્ય; તથા શેર અફગનખાનની બદલીમાં જુનાગઢની ફોજદારી ઉપર જાતીકા અર્ધહજારી મનસબ અને વગરશરતના ત્રણસો સ્વારોનો ઉપરી બેહલેલ શેરવાની નીભાઈ આવ્યો. ત્યારબાદ સરકારી હુકમ થયો કે, સુબાએ પિતાના બક્ષિ મીરબહાઉદીનના અભિપ્રાયથી ચુંટી કહાડેલા એકહજાર સ્વારે અમદાવાદની સરહદમાંથી નોકર રાખીને શહેરને મનસબદાર મુહમ્મદ રફી કે જે, તે સ્વારોને લાવવા માટે હજુરમાંથી નિમાયો છે તેની સાથે રાખીને, તેઓ સાથે ભથાંના બેવડા તેવડા સાઠ રૂપિયા અને એકવડા એક ભાસના ત્રીશ રૂપિયાની સરાસરીનો કરાર કરવો; પચાસ સ્વારોના જમાદારને સે રૂપિયાનો વગરકપાતનો ઠરાવ કરી નહિ રાખતાં ધારા પ્રમાણે જે નાણું વસુલ કરવાનાં હોય તે વસુલ કરવાં અને તે પગાર ઉપરાંત વધારી નામ લખવાં; તેમના ઘોડાને દાઘ (દમ) દેવા, તથા જે તારીખે દાઘ દીધા હોય તે તારીખથી ખરી નોંધ કરવી અને જામીનગીરી લેવાની શરત બે માસના પગારની રાખવી. તે હિસાબ ઉપરાંત ખજાનામાંથી આપી હજુર તરફ રવાના કરવા. તેમાંથી જેઓ મનસબને લાયક હેય તેઓ ઉપર તેજ પગારના પ્રમાણમાં મનસબ ઠરાવવાં એ મુજબ સરકારી હુકઅને અમલ કરવામાં આવ્યો.
- હવે પાટણ શહેરના કોટની મરામત કરવા માટે હજુર હુકમ આવ્યો. આ વખતે સુબાના દીવાનની અરજઉપરથી હજુરના સાંભળવામાં આવ્યું કે, તેણે (દીવાને) એવી અરજ કરી હતી કે “ગઈ સાલમાં સરકારી હુકમ આવેલું હતું કે મોંઘવારી સબબે થતાં દુઃખનાં કારણથી અમદાવાદ શહેર