Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૩૪૭ ૩
ત્યાં આવી મળ્યા. સુખાએ ફરીથી દરકદાસ પાસે જવા ઇશ્વરોદાસને હુકમ કર્યાં. તે હુકમાનુસાર ઇશ્વરીદાસને એક બે વખત આવજાવ થયા પછી મજકુર રાઠોડ પાકા કાલકરારથી મદદ ખર્ચના રૂપિયા લેવાને હુકમ જોઇને તથા પેાતાની જાગીરના ચાકસ ઠરાવ કરીને સુલતાન મુહમ્મદ અકબરને પેાતાની સાથે લઇને સુખા તરo આવી પહેોંચ્યા. સુબાએ માન પૂર્વક આદરસત્કાર કરીને ભેટા અક્ષિશ કરી અને તે બન્ને (દરકદાસ રાઠોડ તથા મુહમ્મદ અકબર)ને સુરતમંદરસુધી પહોંચાડી આવ્યા. સુગલખાન અને શાહુબેગ નામના એ માણસા કે જેએ શાહજાદા સુલતાન મુહમ્મદ અકબરના શિક્ષકાતરીકે નિમાઇને સુરત આવેલા હતા તે શાહજાદા અને દરકદાસને પેાતાની સાથે લઈને હુજુરમાં ગયા. જ્યારે તે હજુરમાં પહોંચ્યા ત્યારે તેનાં પૂરતાં વખાણ કરવામાં આવ્યાં.
ત્યારબાદ ૧,૨૭,૩૦૫ એકસાખ–સત્યાવીશ-હજાર ત્રણુસા પાંચ રૂપિયા કે જે શાહજાદા મુહમ્મદ એદાખખતના પગારપેટામાં સુખાના ખજાનામાંથી આપવાના હુકમ થયા હતા, તેનેા પરવાના એતેમાદખાનના નામના હતા, પરંતુ તે મરી ગએલે! હાવાથી શાહજાદાએ કરેલી અરજઉપરથી સુખાના દીવાન મુહમ્મદ મેાહસન ઉપર તે વિષેના હજુર હુકમ આવ્યે. એજ વર્ષે મુહમ્મદ મુકીમના દીકરા હયાતુલા મુહમ્મદ ખાકર અને ધોળકાના ખરતરફ્ થએલા અમલદાર્—જેઓ પેાતાના હિસાબ ખરાખર ચેાખ થયેલા નહિ હાવાથી હજીરમાં આવેલા હતા. તેથી સુખાના દીવાનતરo ઘણીજ તાકીદે ગુરજખરદાર સાથે સરકારી હુકમ આવ્યા કે, તે ત્રણે અમલદારાને પાતાની રૂબરૂમાં રૈયતની સામે રજુ કરવા, કે જેથી તે પેાતાના હિસાબ સાફ કરી લે. તે સાથે વળી એ પણ આજ્ઞા કરી કે, ખાલસા ખર્ચના રૂપિયા કે જે ઇસ્લામનગરના જમીનદાર-તમાજીના પુત્ર તથા પૌત્ર પાસે ખાકી લેણા છે તે પણ વસુલ કરી લેવા.
સરકારી ફુલ (રિવાજ) મુજબ હજુરમાં એવી અરજ કરવામાં આવી કે, ૩૦૦ ત્રણસે! મહાર તથા ૫,૦૭,૪૧૫ પાંચલાખ સાત હજાર ચારસા પંદર રૂપિયા ગુજસ્તા સાલના માહે શાખાન માસસુધી અમદાવાદના ખજા નામાં તૈયાર પડેલા છે. તેઉપરથી સુબાના દીવાન ઉપર હજીર–હુકમ આવ્યા કે, આ હુકમ પહેાંચતાં ભેગા થએલા તમામ રૂપિયા વગરવિલએ ધારા પ્રમાણે હજુરમાં મેકલી દેવા.