Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૩ ] ખરીદીની જગ્યાએ તથા અરબી સમુદ્ર તરફ જતા માલ
ઉપર જકાત લેવાનો ઠરાવ સને ૧૧૦ હિજરીમાં સુબાના દિવાન ખાજા અબદુલ હમીદખાન ઉપર ખરીદીની જગ્યાએ મહેસુલ લેવા વિશે ઉદ્દતુલમુક અસદખાનની મોહરવાળો સરકારી હુકમ એવી મતલબને આવ્યો કે, હાલમાં હજુરના સાંભળવામાં આવ્યું છે કે, પહેલાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે, વેપારીઓ ખરીદીની જગ્યાએ માલ ઉપરનું મહેસુલ ભરી આપીને ચીઠ્ઠી લેતા હતા અને એક વર્ષ સુધી તેઓને કાંઈ અડચણ પડતી નહતી, અને પછીથી એવો ઠરાવ થયો કે, વેચાણની જગ્યાએ મહેસુલ લેવું; પરંતુ આ ઠરાવથી પૂરતું મહેસુલ વસુલ થતું નથી. મીર મુહમ્મદ બાકર વિગેરે વેપારીઓ વેચાણવાળી જગ્યાએ જકાત લેવાતી હોવાથી અને જામીનગીરીના માટે ફરીઆદ કરે છે. તે ઉપરથી હજુર આજ્ઞા કરે છે કે, તે વિષે મોટા કાજી મુહમ્મદ અકરમ સાહેબને અભિપ્રાય લેવા માં આવ્યું છે કે, ખરીદીની જગ્યાએ મહેસુલ વસુલ કરવું તે દુરરત છે કે નહિ? તે વિષેની તજવીજ થયા બાદ મોટા કાજ તરફથી તેમની મોહેરવાળો એક પત્ર સરકારી કચેરીમાં આવ્યો. જે ઉપરથી આ કામની ખુલાસાવાર વિગત હજુરના જાણવામાં આવી. તેથી સરકારી એવી આજ્ઞા પત્રિકાઓ પ્રગટ થઈ કે, આણંદથી મહેસુલ તથા જકાત વેપારીઓ પાસેથી ખરીદીની જગ્યાએ લેતા રહેવું, અને એ વિષે સઘળા રાજના સુબાઓના દિવાને હુકમ કરવામાં આવ્યો છે, માટે તમે પ્રધાને પણ અમદાવાદના મહેસુલખાતાના અધિકારીઓને એવો ઠરાવ કરી આપે છે, જેથી તેઓ પ્રથમના ધારાપ્રમાણે વેપારીઓ પાસેથી મહેસુલની વસુલાત ખરીદીની જગ્યાએ કરતા રહે. અને તે સાથે એવો બંદોબસ્ત રાખે છે, જેથી દાણચેરી અથવા કંઈપણ નુકશાન થવા પામે નહિ. તે વખતથી આજ દિવસ સુધી તે ધારાપ્રમાણે વસુલાત કરવામાં આવે છે.
જ્યારથી ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનો ઠરાવ થયો ત્યારથી જે માલ વહાણો ઉપર લઇ જવા માટે બંદરોમાં લઈ જવામાં આવતો તે માલ ઉપર પણ અમદાવાદના મુસદીઓ મહેસૂલની વસુલાત કરવા લાગ્યા. આથી બંદરોના મહેસુલમાં ઘટાડો થવા લાગ્યો. જેથી ખંભાત બંદરના મુસદી મુહમ્મદ કાજીમબેગે લખી જણાવ્યું કે, જ્યારથી મજકુર બંદર