Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૪ ]
આખાદ થયેલું છે ત્યારથી તે આજ સુધી એવા ધારા ચાલતા આવ્યા છે કે, મુખા બંદરે લઇ જવાના જે માલ વેપારીએ અમદાવાદથી ખરીદ કરતા હતા તે માલ ઉપર તે જગ્યાએ મહેસૂલ લેવા માટે મહેસુલ અધિ કારીએ હરકત કરતા નહેાતા અને તેનું મહેસુલ બંદરમાં લેવાતું હતું, તથા વડાદરા, નડીઆદ વિગેરે બીજા સ્થળેા કે જ્યાં મહેસુલ લેવાના ધારા નહેાતા ત્યાં પણ મહેસુલ લેવામાં આવે છે; જેથી મહેસુલમાં ધાલમેલ થવા સંભવ રહે છે અને મુખા બંદર તર રવાને થનારાં વહાણાને પણ જેમ તેમ મુકી દેવામાં આવે છે. તે! આશા છે કે, સુખાના દિવાન ઉપર એ વિષેનેા હુકમ ફરમાવવામાં આવશે; અને આપ પણ ઠરાવ કરશેા કે, ધારાપ્રમાણે વર્તવામાં આવે, પણ તેથી વિરૂદ્ધ રીતે કાઇ વન ચલાવે નહિં તે વિષે તાકીદ સમજવી.
એજ વર્ષે શહેરની ટંકશાળના દરાગા મીર મુહમ્મદ બાકરની પૂરીયાદ ઉપરથી સુક્ષ્માના દિવાન ઉપર હુકમ આવ્યો કે, ટકશાળ સિવાય કોઇ પણ જગ્યાએ કોઇપણ માણસ સેાનું કે ચાંદી ગાળે નહિં અને તે વિષે પૂરતી સંભાળપૂર્વક તજવીજ રાખવી, કે જેથી મહેસુલમાં નુકશાન થવા પામે નહિ. તે પછી મોટા કાજી મુહમ્મદ અકર્મની અરજ ઉપરથી હજુરે ઠરાવ કર્યાં કે, સુખાના કીલ્લાના તથા કોટવાળીના ચબુતરાના કેદીઓ પૈકી જેએની પાસે કાંપણુ સાધના ન હોય તેઓને શીયાળા જેવી ઠંડી ઋ તુમાં જણુ દીઠ ટાપી, પહેરણુ અને જાર્ આપતા રહેવુ' તથા ઉનાળાના વખતમાં ટાપી, ચાદર અને ઇજાર આપવી. એ વિષેના હજીરહુકમ સુખાના દિવાન ઉપર મેાકલવામાં આવ્યા.
ત્યારબાદ જજીયાવેરા વસુલ કરનાર શેખ અકરમુર્દીનના ગુમાસ્તાએ સુખાને જાહેર કર્યું કે, મહેમુદાબાદ પરગણાના આશ્રીત ગેરમુસલમાન લેાકેા આજ દીનસુધી કર આપતા આવ્યા છે, પણ આ વર્ષે તે લોકો દેશાઓ તથા શેઠીયાઓની હિમાયતના લીધે જયાવેરે આપવા માટે લાસડીઆપણું બતાવી આનાકાની કરેછે. તે ઉપરથી સુખાએ ત્યાંના નાયબ ફોજદારી અબ્દુલ ગની ઉપર તાકીદી હુકમ લખી મેાકલ્યો કે, આશ્રીત લેાકેાને કર આપવા માટે રજી કરવા અને દેશાઇ વગેરે લેાકાને વચ્ચે આવવા માટે સખત મના કરી અટકાવવા.