Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૭ |
પ્રમાણે ચાલીશે એક અને ચાલીશે મેનુ હાંસલ ખરીદીની જગ્યાએ લેવાના રાવ થયેા હતેા, તથા કાળાં લુગડાંના જે માલ અરબી સમુદ્રમાં થઇને અરખરતાન જવામાટે અમદાવાદ તથા ધોળકા વિગેરેના સુખાના મહાલેામાંથી આવેછે તે માત્ર ઉપરનું મહેસુલ ઝુરામાં નોંધવામાં આવતું હતું અને વેપારીએ તે માલની રસીદો લઇને ધારા પ્રમાણે અમદાવાદ મહાલના મુસદીની રૂબરૂ રજુ કરતા હતા અને ત્યારબાદ સરકારી ઠરાવ પ્રમાણે વેચાણની જગ્યાએ મહેસુલ લેવાનેા ઠરાવ થયા હતા. તેથી અમદાવાદ અને ધોળકાવિગેરેના સધળા માત્ર ઉપરનું મહેસુલ પુરજામાં લેવાતું હતુ અને વળી પાછેા હાલમાં પહેલાંના ધારાપ્રમાણે ખરીદીની જગ્યાએ મહેસુલ લેવાનેા ઠરાવ થયા છે. તેથી મહાલાના મુસદીએ કાળાં લુગડાં વગેરેનું સેકડે પાંચ ટકા પ્રમાણે કાયદા વિરૂદ્ધ અમદાવાદમાં લે છે અને વેપારીઓને દાખલા ચિગ્નિ આપેછે. જેથી જુના કાયદાને બાજુએ મુકાય છે અને સરકારને નુકસાન થાયછે. તે ઉપરથી સુખાના દીવાન ખાજાઅબ્દુલ હમીદ ઉપર ઉમ્દતુલમુક અસદખાનની માહેારવાળા હુકમ આબ્યા કે, મહાલાના મુસદીએ અમદાવાદમાં પાંચ ટકા ઠરાવે કે, કાળાં લુગડાંની આવદાનીની નિકાસ કે જે, અરબસ્તાનના વાસ્તે થાયછે તેમાંથી બનાવવામાં આવતા ધોળકા વિગેરેના માલને કપણુ હરકત કરવી નહિ, જેથી જીના ધારા પ્રમાણે પુરમાં મહેસુલ વસુલ કરવામાં આવે અનેસર કારને નુકશાન પણ થાય નહિ વેપારીઓ પાસેથી એવી જામીનગીરીઓ લખાવી લેવી કે, તેઓ જે માલ ત્યાં લઇ જાય તેનું મહેસૂલ ભર્યાની ૨સીઘ્ર સુરત બંદરના મુસદીઓ પાસે રજી કરતા રહે.
પ્રથમ એવું લખાઇ ગએલ છે કે, સુખા અને સદ્ઘરખાન ખાખી વચ્ચે અણુબનાવ થયા હતા, અને પાટણુની નાયબ ફાજદારીથી તેને બદલવામાં આવ્યા હતા. આ વખતે સામતખાનની અરજ ઉપરથી તેને હલ્લુરમાં ખેલાવવામાં આવ્યા, જેથી તે માળવાને રસ્તે રવાને થયા. મુહમ્મદ બહાદુર શેરાની કે જે, સદરખાન બાબીની બદલીમાં ત્યાંની નાયબ જિ દારીનું કામ કરતા હતેા તેણે તે હાલેાલ કાલોલના નાયબ ફોજદાર સૈયદ કાલેને સાંપી દીધી તે પછી સરકારી પેશકશીમાં માકલાએલા શિકારી ચિત્તાએ આ વખતે હજુરમાં જઇ પહેાચ્યા હતા તે ઉપરથી સાઅતખાન ઉપર સરકારી હુકમ આવ્યા કે, બીજા ચિત્તા પણ મેાકલાવી આપવા.