Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૫ ] જ્યારે મુહમ્મદ બહાદુર શેરાનીને પાટણના નાયબ ફોજદારની જ ગ્યાએ નિમવામાં આવ્યો તે જ અરસામાં વળી એ પણ બન્યું કે, શાહજાદા સુલતાન બુલંદ અખતરની સાથે હજુરમાં ગયેલો દરકદાસ રાઠોડ, કે જેનું વર્ણન પ્રથમ આવી ગયું છે તે જ્યારે હજુરમાં જઈ શ્રીમંત બાદશાહની રૂબરૂ હાજર થયો ત્યારે તેના ઉપર હજુરની કૃપાવૃષ્ટી થઈ. જેથી તેને મનસબ કરી આપી જાગીર બક્ષીશ કરવામાં આવી; અને તેણે મમ સ્વર્ગવાસી મહારાજા જસવંતસિંહે બજાવેલી નેકરી ઉપર ખ્યાલ કરી, પિતાનો પુત્ર અજીતસિંહ, કે જે ડુંગરોમાં ભટકતો ફરતો હતો તેની કસુરની માફી માગી, તે મારી તેને બક્ષવામાં આવી તથા મનસબ આપવામાં આવ્યું અને જ્યારે મુજાહીદ જાલોરીની બદલી થઈ ત્યારે તેને જાલેરની જાગીર તથા ફોજદારી ઉપર કામ કરવામાં આવ્યું.
આ વખતે આપણે જાણવું જોઈએ કે, મુજાહીદખાન જાલોરીને મોટે દાદે ગઝની ખાન કે જે, છેલ્લા ગુજરાતી બાદશહિ મુઝફફર ઉર્ફે નહનુના વખત પહેલાંથી ફેજદારી ઉપર હતું અને ગુજરાતને મુલક ખાલસા થવા તથા તેને અકબર બાદશાહના કબજે કરવા વખતે પિતાનાં સદ્ભાગ્યને લીધે બાદશાહની સેવામાં આવી પહોંચી સત્તાધીન થયે હતો. તેના ઉપર બાદશાહની કૃપા થઈ હતી અને તેની જાલેરની ફોજ. દારીની ઉમેદને પ્રથમથી ચાલતા આવેલા ધારા પ્રમાણે પુરી પાડવામાં આવી હતી તથા સરકારી નોકરી કરવા માટે સુબાની સાથે નીમણુંક કરવામાં આવી હતી. તે વિષેના વારંવારના લખાણ ઉપરથી જણાઇ આવેલ છે અને એવું કહેવાય છે કે, ગઝનીખાનના ઘરડાઓ પરદેશના વતનીઓ હતા. તેઓ કોઈ કામપ્રસંગે પિતાના દેશથી નીકળીને આ દેશમાં આવી વસ્યા હતા અને ગુજરાતી બાદશાહના આશ્રયનીચે રહીને પોતાની છે. દગી ગુજારતા હતા. આ વર્ષે રાજના લાભાર્થે જાલોર પરગણું અછતસિંહને આપવામાં આવ્યું તથા મુજાહીદખાન જાલોરીને પાલણપુર તથા ડીસાની જાગીરદારી અને જિદારી આપવામાં આવી. તેની ઓલાદ એક પછી એક આ લખાણમાં ઉતરતી ચાલી આવે છે.
મુહમ્મદ ફરાખશીયર બાદશાહ કે જેને કતલ કરવામાં આવ્યો હત તેના વખતમાં રહીમ પારખાં નામને માણસ પાલણપુરનો ફજદાર થઇને અમદાવાદ આવેલ હતું, અને ત્યાંથી લશકર એકઠું કરીને પાળે