Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૫ ] જેવો તેના વખતમાં જણાતો હતે. તે વિષે લોકોના મુખમાંથી સુવાયકા ચાલી છે અને હિન્દુસ્ત્રીઓ પણ તેના રાસ અને ગીત ગાય છે. તેના (કારતલ બખાનના) વખત પછી આ દેશના લોકોને સુખશાંતિ મળવા પામી નહિ,
કારતલ બખાનની ટુંક હકિકત એ છે કે, તે પિતાની જુવાન અવસ્થામાં બાદશાહજાદા મુહમ્મદ મુરાદબક્ષની સાથે આ દેશમાં આવીને રહેલો હતો. તે સુબાઓના વખતમાં થાણદારી તથા ફોજદારીની નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. સારાં નસીબે તેને ગુપ્ત રીતે સરકારી ખાસ સેવાનો લાભ અને મનસબ મળવાથી પ્રથમ તે પેથાપુરને થાણદાર થયો હતે. પછી તેને મુહમ્મદ બેગખાની વર્ગની પદવી મળી અને તે પછી તેની સારી નોકરીની હકીક્ત હજુરમાં પહોંચી. તે ઉપરથી તે વખતે તેને કારતલબખાનને ખિતાબ અને કડીની ફોજદારી આપવામાં આવી. તે પછી ધોળકાને અમલદાર થયો અને ત્યાંથી મુહમ્મદ ગ્યાસુદીન મુહમ્મદખાનના મરી જવાથી સુરત બંદરની મુસદીગીરી ઉપર આવ્યો. તે પછી સુબાને નાયબ થયો અને જાતે અમીરીની મેટી પદવીને પામે. તેને મરી ગયા પછી બાદશાહજાદો આજમશાહ ખુદ સુબેગીરી ઉપર આવ્યો. '
લખવા મકસદ છે, કારતલબખાન ખાસ ચીઠી આવ્યા પછી તે હકિ. કતને ગુપ્ત રાખી તરતજ તંબુમાં દાખલ થયો અને લશ્કરી કોઈ માણસ જાણે નહિ તેવી રીતે અમદાવાદ તરફ રવાને થઈ ગયો. થોડા દીવસમાં આ સુશોભિત શહેરમાં તારીખ બીજી, રજબ સને ૧૦૪૬ ના દીવસે દાખલ થઈને કમરૂદીનખાનને તે ચીઠી દેખાડી, અને પિતાને આ બબસ્તની બિબુલ ખબર નહિ હેવાથી પિતે બંદોબસ્ત કરવા માંડ્યો. દીવસ પછી કમરૂદીનખાન હજુર-હુકમ પ્રમાણે માળવાતરફ રવાને થઈ ગયો, સળાને દીવાન મુહમ્મદ તાહીર અને કાજી અબુલ જરા વિગેરે સુબાના તેહેનાતી મનસબદારે, શહેરના મોટા મોટા નામાંકિત માણસો અને સર્જન આવીને તેને મળ્યા.
કારતલ બખાને દેશના બંદેબસ્ત અને રક્ષણાર્થે દરેકે દરેક જગ્યાએ થાણું બેસાડ્યાં અને તેના બંદોબસ્તને માટે પિતાના માણસોને ઠરાવી મોકલી દીધા; વિગેરે કરવી જોઈતી ગોઠવણ કરવામાં રોકાયો. આ વખતે હજુર હુકમથી બાદશાહજાદા આજમશાહના વકીલની જાગીરમાં પેટલાદ પરગણું કાપી આપવામાં આવ્યું. તે સિવાય પ્રથમ શાહવરદીખાનની સાથેના સિર