Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૮ ]. ઉપર મદદ આપવા સંબંધીને પત્રવહેવાર ચલાવે, તે ઉપરથી શાહે તેની અરજ ધ્યાનમાં લઈ ઇરાનતાબાના બંદર અબાસ ઉપર હુકમ મેકલ્યો કે, કેટલાંક વહાણો મતમાં મોકલી મુહમ્મદ અકબરને તેના સાથીઓ સહિત સ્વાર કરાવી અત્રે પહોંચાડે. તે હુકમને અનુસરીને અધિકારીઓ તથા અમલદારોએ રસ્તામાં પડતા પિતા પોતાના મુકામે ઉપર લેવા જઈ આમંત્રણ તથા બાદશાહી ખાણવિગેરે આપી સારું માન દીધું અને બંદર અબાસથી અસેફખાન સુધી પહોંચાડી દીધો.” આ સાંભળીને હજુર હુકમ થયો કે, આ હકિકતને સરકારી બેંધનાં ટીપણમાં દાખલ કરવી. તે પછી બાદશાહજાદો મુહમ્મદ આજમશાહ કે જે, તેને પકડવા માટે નિમાયા હતા તેના ઉપર સરકારી હુકમ આવ્યો કે, પાછા ફરી આવીને શ્રીમંત હજુરને મળવું. શેર અફગનખાન બહલોલ શેરવાનીની બદલીથી જુનાગઢની ફેજદારી ઉપર બીજીવાર નિમાયો, અને મોતમીદખાનની બદલી થવાથી મુ
ખારખાનને સુરત બંદરની મુસદ્દીગીરીને માનવંતો સુશોભિત પિશાક બક્ષિશ કરવામાં આવ્યો.
સને ૧૦૦૮ હિ. માં જોધપુરના ફોજદાર ઇનાયતખાનના મૃત્યુ પામવાની ખબર જ્યારે હજુરમાં પહોંચી ત્યારે હુકમ થયો કે, કરતલબખ ને જોધપુર જઈને ત્યાંની સંભાળપૂર્વક દેખરેખ રાખવી. તે હુકમને અનુસરી તેણે ત્યાં જઈને સારી રીતે બંદોબસ્ત કર્યો; અને હજુરમાં અમદાવાદના સુબાની નાયબીની ગોઠવણ કરવાની યોજના થઈ, તે વિશે હજુ કંઈપણ ઠરાવ થયો હતે નહિ એટલામાં તે તે ખબર ગુજરાત અને જોધપુરના લોકોમાં વાયકારૂપે ફેલાઈ ગઈ. તેની સાથે સઘળા સિપાહીઓ અને સાથીઓ અમદાવાદ શહેરના જ હતા. તેઓને આ ખબર મળતાં જ તેમનાં મન ઉચક થઈ ગયાં અને તેઓ નોકરી છોડી દઈને અમદાવાદ તરફ રવાના થઈ ગયા; તે એટલે સુધી કે, તેના ઘરના કેટલાક ખાનગી નોકરી પણ તેમની સાથે જતા રહ્યા. આ હકીકત જાણવામાં આવતાં કરતલબખાને તેઓને દીલાસો દઇને પિતાના સિપાહીઓની હકીકત મોટા કાજી અબ્દુલાને લખી મોકલી, કેમકે તેઓની અરજી આજ્ઞાને સંબંધ તેની સાથે હતા, જેથી તેણે અરજ કરી. આ વેળાએ બાદશાહની સાથે રહેવાને દક્ષિણમાં ફજ અને સરદારે માગેલા હતા, તે ત્યાં તેહેનાતી થઈ ગયા. આ વખતે બીજો કોઈપણ માણસ સુબાગીરી કે બીજા મોટાં નખમનાં કામોની યોગ્યતા ધરાવતો નહોતો, અને