Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
j ૨૮૧ ]
ખરાબર તેની સમજુતીથી લેવા, પણ તેની શરત એવી છે કે, અડધ કરતાં જે વધારે હેાય તેા કમી કરવુ, અને જો જણુસમાં કમ હેાય તે વધારવું એમાં જે કાંઇ મુનાસખ લાગે તે કરવુ. (૧૭) જો જમીનના માલિક ખેતી ખાકી ન રાખે તે તે જમીનને ઇજારે અથવા ખેતી કરવા આપવા માટે છાની જમીનવિષે જે લખેલ છે તે પ્રમાણે કરવું. (૧૮) ભાગાડીમાં તે વાવણીને કઇ આફત આવી પડે તેા જેટલું નુકશાન થયેલુ હાય તેનુ હાંસલ લેવું નહિ; પણ તે કપામણી પછી આફત નડે, અથવા કપામણી પહેલાં કઇ રહી ગયેલુ હેાય તે તેનું હાંસલ વસુલ કરવું.
હવે એ જણાવવુ પડેછે કે, ક્માનની અસલ કોપી સુખાના સઁતરખાનામાં પણ નહેાતી. પરંતુ ઘણા વખત વિતિ જવાથી નકલઉપરથી નકલા થએલી, તેમાં નકલા કરનાર અલ્પ જ્ઞાનીઓના હાથે ઘણી બુલે રહી ગએલી. તેથી જે મારી અપ્રલને પીક લાગ્યું. તે સુધારીને લખ્યું છે અને જે દુરસ્ત કરવાનુ' અકિતભરેલું હતું તે રહી ગયું છે. તે એવા હેતુથી કે ખરી નકલ મળેથી દુરસ્ત કરી લેવાશે. પ્રથમ પહેલાંના દીવાના ઉપર જોકે કરમાના સાથે સરકારી હુકમા મેકલવામાં આવતા અને એવી આજ્ઞા હતી કે સુબાની દીવાની બીજાને મળે તેા ક્રમાને કે જે, રાજના કાયદાનાં તત્વ છે તે ખીા દીવાનાને કબજે આપવાં; અને તેમણે પેાતાના બજામાં લેવા. એવા હુકમ છતાંપણ તે વધઘટ આ સુખાના વખતમાં થઇ તેમનાં માતા હાલ દૂતરખાનામાં નથી.
ઢડારાજપુરીવાળા યાકુતખાન હંમશીનુ' સરકારી સેવામાં આવવુ
શિવાજી મરાડાએ ઘણાંખરાં મેટાં મોટાં શહેરાને લુંટી તારાજ કરેલાં હતાં તે કારણથીજ તેને પુરી સત્તા પ્રાપ્ત થઇ હતી. તે એટલે સુધી કે, દક્ષિણના કાઈપણ રાજકર્તા જમીનદારમાં તેની સામે બાથ ભીડવાની શકિત રહી નહેાતી. જેથી વીજાપુર તાબાના ઢંડારાજપુરીના કિલ્લાને જીતી કબજે કરવાની તેની ઇચ્છા થઇ; કેમકે તે કિલ્લા એક ઉંચી પહાડીની ટોચ ઉપર આવેલા છે, તે ઘણાજ મજબૂત છે અને તે ખરા સમુદ્રમાં આવેલા છે. તેવિષે એવું કહેવાછે કે હિંન્દુએમાંના પરશુરામે તે કિલ્લે બાંધેલા છે. શિવાજીને આ કિલ્લો લેવાના હેતુ એ હતા કે સુરતવિગેરે હિંદુસ્તાનથી અમસ્તાન, ચુરોપ અને ખીજા બદરાએ જતાં વહાણેા આ કિલ્લાની હેઠળ થઇને જાય છે. તેથી આ કિલ્લાને કબજે કરી લઇ આવજાવ કરનારાં વહાણા