Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૮૪ ] ભોગવે છે. તો સરકારી નોકરીમાં તે ધારો ક્યાંએ નથી, છતાં આ ઠેકાણે આવો દસ્તુર થવાનું કારણ શું છે, માટે તે વિષે બંદોબસ્ત કરી સુબાના દિવાન ખાજા મુહમદ હામે તાકીદ કરવી કે, કચેરીના નેકરોએ શાની, રવી, સોમ, મંગળ અને ગુરૂ-આ પાંચ દિવસોએ સુર્યોદય થયાને બે ઘડી વિત્યા પછીના વખતથી તે સુર્યાસ્ત સુધી, કચેરીમાં રહી શરેહપ્રમાણે કેસોના ફેંસલા આપવાનું કામ કરવું, બુધવારે સુબાની હજુરમાં જવું અને શુક્રવારે રજા ભોગવવી.
સને ૧૦૮૦ હિજરીમાં તેરબજારના બંદોબતવિષે હજુરની યાદી આવી કે દરેક કારોમાં જકાત દર પ્રમાણે લેવી. એટલે કે મુસલમાનો પાસેથી ચાલીશ ઉપર એક, હિન્દુઓ પાસેથી ચાલીશ ઉપર બે, અને તે સિવાયના વગર ધંધાના માણસો પાસેથી ચાલીશ ઉપર ચાર. એ રીતે દરેક ચંદ્રગતિનાં વર્ષમાં એક વખતે દરેક ઘરથી લેતા રહેવું. તે સાથે બીજો એ પણ ઠરાવ થયો કે કેટલાક અધિકારીઓ સ્વારો તથા પ્યાદાઓને જમાબંધી કરવા અથવા તે બીજી ઈ વસુલાત કરવાના કારણથી ગામડાઓમાં મોકલે છે, તો તે વખતે તે નોકરી પર જતા દરેક વારે માણસ દીઠ દોઢશેર લોટ, પાશેર દાળ, અને બે દામભાર ઘી તથા ઘા માટે ત્રણશેર દાણા લેવા; તેમજ દરેક વાદાએ પોણાશેર લોટ તથા બે દામભાર ઘી લેવું, એથી વધારે કોઈ પણ માણસે લેવું નહિ; અને હંગામી ફસલના છેવટે ચિત પાસેથી જે કંઈ વધારે વસુલાત આવી હોય તે જકાતખાતાવાળાઓએ જમાબંધીની કચેરીમાં હિસાબ ચેખ કરતી વખતે મજરે આપવી. ખેરાકીની જણસનું વજન શાહજહાની તોલથી ગણવું તે વ્યાજબી અને યોગ્ય ગણાય છે. આ વખતે વળી એ પણ અરજ કરવામાં આવી હતી કે, બેલદારો, કુંભાર અને સુથારો વિગેરે મજુરીવાળા લોકોને સરકારમાંથી ઓછા દરની મજુરી મળવાથી પોકાર કરે છે. તે પરથી સરકારી હોરી ઈકતારખાન તરફથી સુબાના દીવાન ઉપર હુકમ આવ્યો કે તે લોકોની મજુરી શહેરના ધારાપ્રમાણે આપતા રહેવું. હવે દીલેરખાન કે જે, બહાદુરખાનની ફરમાશથી સોરઠની ફોજદારી ઉપર નિમાયો હતો તેને હજુરમાં બોલાવી લેવાનો હુકમ થયાથી તે હજુરમાં જવા માટે રવાને થયો, અને સરદારખાન પ્રથમની માફક સોરઠની ફોજદારી તથા તેવીલદારી ઉપર પાછો આવ્યો,