Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ 5 ] કલાલો ઉપરનું હાસલ, કે જે, લખંડની કડાઓ (જેમાં ખાંડ તથા ગળ બનાવવામાં આવે છે તે) ઉપર લેવાતું હાંસલ, જખવાનાં કાટલાંઓ (તાલાંઓલેઢાનાં કે પથ્થરનાં) ઉપર મોહાર કરવામાં આવે ત્યારે લેવાતું હાંસલ, હવેલીઓની જમીનના વેચાણ કે ખરીદી પર લેવામાં આવતું હાંસલ અને લશ્કરના પડાવમાં મંગાવવામાં આવતી જણસો પર લેવામાં આવતું હાંસલ, (૩) બળદગાડી, ડેલી કે સ્વારીનાં બીજાં વાહનોને અડચણ કરવી નહિ. તે સિવાય ડોલી, બળદગાડી કે લોકોનાં બચ્ચાંઓમાંની પેટીઓ પર લેવામાં આવતું મહેસુલ. દાણું, કેરીઓ અને બીજી જણસેના વહેપારીઓ કે રૈયત પાસેથી અનાજ વધારે ભાવ લઈ આપવું અને ઓછા ભાવ આપી ખરીદવું તે- પીંજારા , ઘાંચીવિગેરે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નવી દુકાન ઉઘાડે તો તેમની પાસેથી કેટલાક અધિ. કારીઓ કે ચદરીઓ જે કંઈ મહેસુલ લેતા હતા તે– નવા અધિકારીઓ પિતાની ભેટ કે જે, કઈ કઈ ઠેકાણે વણઝારાવિગેરે બીજા લોકો પાસેથી લેતા હતા તે- શકરાનાને દંડ- બચ્ચાંઓના જન્મ વખતે લેવામાં આવતા ટેકસની ચોથ, અને ચોરાઉ માલ તેના અસલ માલિકને સોંપતી વખતે અધિકારીઓ જે કંઈ ભેટ દાખલ લેતા હતા તે– વણઝારાની ભેટ, ચુંગી, ઉપરનો કર, ત્રાજવું ઝાલવાવિ દરગાગીરીનું નજરાણું (જેને કેટલીક જગ્યાએ દંડીદરાજી પણ કહે છે) ભાજી-તરકારીની નેંધ કરવા માટે કર, મેવા વિગેરેની નુકશાની, કેટવાલીના કર કે જે, કોટવાલીના ચબુતરા ઉપર લેવાતા હતા તે, અને આશ્રિત લેકના પિપણાથે લેવામાં આવતા કર વિગેરે.
તે સિવાય શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવ્યું છે કે, દ્રાક્ષનાં ફળો રસ્તામાં આવતી ચોકીઓ પર લેવામાં આવે છે અને અમલદારો જુ લમ કરે છે. તે ઉપરથી હુકમ થયો કે, જે મેવા સરકારી આજ્ઞાથી આવતા હોય તેમાં બિલકુલ હરકત કે ડખલ નહિ કરવા માટે ઘણી જ સખત તાકીદ તથા બંદોબસ્ત કરવો.
આ વખતે મોરબી પરગણું કે જે, સરકારી ખાલસામાં ગણવું હતું તેને આબાદ કરી વસાવવા માટે સુબાના દીવાન ઉપર હુકમ થો; તથા આલમગીરી પૈસાઓ ચાલુ કરવા માટે દશ-પંદરના હિસાબે રોજીંદા મજુરીમાં આપવાવિષેને ઠરાવ થયો. તે સિવાય પિરબંદર મહાલ કે