Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૧૮ ] સનો પગાર કે જે, ત્યાંના ધારાપ્રમાણે દર જણ દીઠ સાડાત્રણ રૂપા થાય છે તે, તે મુજબ સુબાની મારફતે અહમદાબાદથી સોરઠ મોકલાવો તથા બે હજાર રવારો અને નવસો છેતાલીશ દિલોના પગારની અમ સેરઠ સરકારના મહેસુલમાંથી બાદશાહજાદાના વકીલોથી વસુલ કરી મજકુર ખજાનામાં ભરી દેવી.
પિતખાનાના ધારા અને રૂપિયાનું વજન એજ વર્ષે શ્રીમંત બાદશાહના સાંભળવામાં આવ્યું કે, જે નાણું લેક પિતખાનામાં રજુ કરે છે તે નાણાં પરગણાના અધિકારીઓ સરકારી હુકમ છતાં લેતા નથી અને રૈયતને બજારમાં વસુલ કરવામાં ઘણી વાર થાય છે. તે ઉપરથી સરકારી હુકમ થયો કે સચકાનઈલ ફસલની ખરીફથી રૈયતે દરેક જાતના કમવજનના રૂપિયા અને ખોટી જણસો લાવિને પોતખાનામાં રજુ કરવી જોઈએ અને પછી પાછી આપવી જોઈએ, તેમજ પરવાનાના વધારામાં લખેલા લખાણ મુજબ અમલ કરે. તે પછી સુબાના દીવાનને હુકમ થયો કે ખાલસા મહાલના અધીકારીઓ તથા દિવાની બાકીના અમલદારેએ આવી રીતે ઠરાવ કરવો કે એક સુરખે, ( રાત ) એ સુરખા કે ત્રણ સુરખાને રૂપીયા ગણી લઈ, રૂપીયાનું વજન જે સાડા પંદર માસા છે તેથી જે ઓછું હોય તો તે, તે કાંટાનું વજન અને ચાંદી કે જેથી રૂપીયાનું વજન કમી થયેલું, અથવા તે જ્યારે સાડાપંદર વજન થાય તો તે રૂપિયાના અવેજમાં સઘળું વજન મુજારે લેવું જોઈએ અને પ્રથમ રૂપીયાનું એક સુખં પુરું વજન ધારેલું, તેમાં કમી થવાની પુછપરછ થતી હતી તે હવે ત્રાજુની ખામીથી થતાં વધતા-ઓછાં વજન વિષે કરવાનો ઠરાવ થયો છે. માટે તે કમાવજનને કાંટાવડે વજન કરીને પકડવું. બીજું એ કે, જે રૂપીયાનું વજન ત્રણ સુખેથી કમ હોય તેને ચાંદીમાં ગણીને તે ચાંદીના ભાવ દર તોલે રૂપીયા પ્રમાણે મૂકી પિતખાનામાં લેવો. ત્રીજું એ કે, ફકત સરકારી સિક્કા સિવાય દરેક ઓછાં વજનની જણ તથા રૂપીયા ઉપર સરકારી સિક્કા ઉપરાંત પ્રથમના ધારા પ્રમાણે અડધા દામ વસુલ થવા જોઈએ.
ત્યારબાદ અહમદાબાદના રહેવાશીઓ પૈકીના કેટલાક માણસોએ હજુર-દરબારમાં જઈ ન્યાયાધીકારીઓ મારફત બાદશાહને અરજી કરી કે, સુબા મુહમ્મદ અમીનખાનના વખતથી હાથીખાનાં અને ઉંટખાનાની મુકા