Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
. [ ૩૨૧ ] શેખુલ-ઇસ્લામે આ હકીકત મળતાંજ હજુરમાં જાહેર કરી દીધી. જે ઉપરથી આજ્ઞા થઈ કે ખાજા અબદુલ્લાને પગમાં બેડીઓ પહેરાવી મુશકેટાઈટ બાંધીને હજુરમાં પહોંચાડી દેવો. આ કામ કરવા માટે ગુરજબરદારની નીમણુંક કરવામાં આવી. હવે ગુરજબરદારના નીકળતાં પહેલાં, આવી એકાએક એંકાવનારી માઠી ખબર ખાજા અબદુલ્લાને પહોંચી ગઈપરંતુ તેને એવી ખબર નહોતી કે રિયત પણ એકઠી થઈ જશે; તેને એમજ ધારતો હતો કે મારા ઉપર આ એક આરેપ ઓઢાડવામાં આવ્યો છે. તે આરોપમાંથી છુટવા અને ગુરજબરદારના લઈ જવામાં પિતાને બેગુનાહ ગણાવવા માટે નાણું ની એક રકમ રોકવામાં આવી હતી. ત્યારબાદ વળી તેને એ ખ્યાલ આવ્યો કે પિતે હજુરમાં પહોંચી જવું એ આબરૂનું કામ છે. એમ ધારીને તે હજુરમાં જવા માટે રવાને થયો. કહેવત છે કે, “ જે ખુદા મહેરબાન હોય તે શત્રુથી પણ લાભ મળી શકે છે.”
આ વેળાએ સરકારી સ્વારી દક્ષીણમાં હતી. સરકારી હુકમાનુસાર બાદશાહજાદો શ્રીમંત બાદશાહની સેવામાં હાજર થવા માટે રવાને થઈ બુરહાનપુરની હદમાં આવી પહોંચેલ હતો. ગજેગે ખાજા અબદુલ્લા પણ હજુરમાં જવા માટે નીકળેલો, તે ત્યાં આગળ આવી પહોંચ્યો, અને તેણે ધાર્યું કે, મારાં તકદીર પાંસર છે, કે મને બાદશાહજાદાની મુલાકાત થઈ. હવે મારી કસુરો માફ થઈ મારી ઈચ્છાઓ બર આવશે. એવા વિચારથી તે તેની સેવામાં હાજર થયા, અને પિતાની ઉપર આવી પડેલી આફતની સઘળી. હકીક્ત શાહજાદાને વિદીત કરી. તે ઉપરથી બાદશાહજાદાને માલમ પડ્યું કે તે બેગુનાહ છે, તેથી તેણે આજ્ઞા કરી કે, મારી સ્વારીની સાથે આવવું અને હજુરમાં હું મારી અપાવવા અરજ કરીશ. ખાજા અબદુલ્લા એક નિપૂણ માણસ હતા, જેથી બાદશાહજાદાની કૃપાનજર તેના ઉપર દીવસે દીવસે વધતી જતી હતી. તે પછી હજુરમાં હાજર થઈને બાદશાહજાદાએ મજકુર ખાજાની તમામ કેફીઅત તથા તેનું બેગુનાહપણું બાદશાહને વિદીત કર્યું તેથી સઘળી હકીકત જાહેર થઈ. . . . - ગજેને તે વખતે બાદશાહજાદાના લશ્કરનો કાછ નાશ થવાની રજા નાશ પામતા ખાતામાં ભોગવતા હતા તેથી બાદશાહજાદાના કાછતરીકે