Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૧૭ ] ફના હફતાની જમાબંધી વખતે કાંઈપણ તકરાર વગર વસુલ કરી ખજાનામાં પહોંચાડી દેવી જોઈએ. . * આ વર્ષે ઘણો વરસાદ વરસવાથી સાબરમતી નદીમાં ભારે પુર ( રેલ ) આવવાને લીધે ત્રણ દિવસ સુધી બજારના મેદાનનું ઘણું નુકશાન થતું રહ્યું હતું. તેમાં ઘણી ઈમારતે પડી ગઈ હતી, અને ઘણેખરે ઠેકાણે શહેર અહમદાબાદનો કોટ તથા ભદ્રના કીલ્લાની દીવાલો તુટી પડી હતી. તે ઉપરથી સુબા મુખ્તારખાને હજુરમાં અરજ કરી કે કોટની મરામત કરવાની જરૂર છે. તે ઉપરથી સુબાના દીવાન ઉપર હજુરહુકમ આવ્યો કે, માજી મુક્તિ પામેલા બાદશાહના વખતમાં ગુજરેલા વર્ષોની હકીકતની તજવીજ કર્યાથી દફતરી રીતે એવું માલુમ પડ્યું છે કે, સને બાવીસ જુલુસીમાં ખજાનામાંથી ખરા વજનની ૧૦૦૪ મોહરો અને સને ઓગણત્રીસ જુલુસીમાં રજવાખાને શહેરના મહાજનોથી સાઠ હજારને કંડ કરી ભેગા કરી આપ્યા હતા તે આ રાજ્યમાં આપવા વિષેનો હુકમ થયું છે. આ વખતે ખર્ચને અડસટો ૨૨,૬૦૪ રૂપીયા થાય. તેથી જે હુકમ હોય તેમ કરીએ. આ ઉપરથી સરકારી હુકમ થયો કે, ખજાનામાંથી ચાર વખત કરી આપવા; પણ શહેરના રહેવાશીઓથી તે પ્રમાણે માગણી કરવી નહિ.
ત્યારબાદ એજ અરસામાં સેરઠને સરદાર સરદારખાન, ઠઠ્ઠાની સુબેગીરીપર નિમાયો અને ત્યાં જઈને થોડા દિવસો વિત્યા બાદ મરણને શરણુ થયો ( મરી ગયો ). તેના શબને ત્યાંથી અહમદાબાદ લાવીને તેના બનાવેલા જમાલપુરના સુશોભિત ઘુમટમાં દફનાવવામાં આવ્યું અને જુનાગઢથી નો ફોજદાર નિમાઈ આવતાં સુધી સૈઈદ મેહમુદખાન, ખબરદારી અને હોશીયારીથી તે કામ બજાવત રહે એવો હુકમ થ. સેરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝમશાહના
નામ ઉપર ઠરાવવા વિષે શ્રીમત બાદશાહના ફરમાન મુજબ સોરઠનું સરકારપદ બાદશાહજાદા મુહમ્મદ આઝમશાહના નામ ઉપર ઠરાવવામાં આવ્યું. તે પછી શાહ વરદીખાન ઉપર સરકારી હુકમ આવ્યો કે તાકીદે સોરઠમાં પહેચી જવું, તથા સિબંધીના બે હજાર રવારે અને પંદર રૂપીયાના પગા